મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં 3 લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે પાયલોટ અને એક એન્જિનિયરનો સમાવેશ થાય છે. હેલિકોપ્ટરમાં માત્ર ત્રણ જ લોકો હતા. આ ઘટના સવારે 6:30થી 7 વચ્ચે બાવધન વિસ્તારમાં કેકે કન્સ્ટ્રક્શન હિલ પાસે બની હતી.


[[$googlead]]

મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો

[[$alsoread]]

પોલીસના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસે સ્થિત હેલિપેડ પરથી ઉડાન ભરી હતી. ટેકઓફની લગભગ 10 મિનિટ બાદ હેલિકોપ્ટર ક્રેશ થયું અને 1.5 કિમી દૂર પડ્યું. આ અકસ્માત પહાડી વિસ્તારમાં બન્યો હતો. સવારે ત્યાં ધુમ્મસ હતું.

ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી

મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. હેલિકોપ્ટર દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટર ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસે ઉડાન ભરી હતી અને થોડી જ વારમાં અકસ્માતનો ભોગ બન્યો હતો. આ દુર્ઘટનામાં 2 પાયલોટ અને એક એન્જિનિયર સહિત 3 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

ત્રણેયના મૃતદેહ ખરાબ રીતે દાઝી ગયા હતા

ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. જેના કારણે ત્રણેયના મૃતદેહ ખરાબ રીતે દાઝી ગયા હતા. હેલિકોપ્ટર સરકારી હતું કે ખાનગી તે હજુ સુધી જાણી શકાયું નથી. મૃતકોની પણ ઓળખ થઈ શકી નથી. ફાયર બ્રિગેડ, PMRDA અને PMCની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

40 દિવસમાં પુણેમાં હેલિકોપ્ટર ક્રેશની બીજી ઘટના છે. આ પહેલા 24 ઓગસ્ટે પુણેના પૌડ વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું. તેમાં એક પાયલટ અને ત્રણ મુસાફરો હતા. આ અકસ્માતમાં પાયલોટ ઘાયલ થયો હતો. બાકીના ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ હતી.

આ પહેલા 24 ઓગસ્ટના રોજ પુણેમાં એક પ્રાઈવેટ કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થતા અકસ્માત થયો હતો. ચાર લોકો ઘાયલ થયા હોવાની માહિતી બહાર આવી છે. હેલિકોપ્ટર જુહુ (મુંબઈ) થી હૈદરાબાદ તરફ ઉડી રહ્યું હતું.

  • Follow us on: