• હેમા માલિનીએ વિપક્ષી પાર્ટઓ પર પ્રતિક્રિયા આપી હતી
  • મથુરાના સાંસદ હેમા માલિનીએ વિપક્ષને રામ વિરુદ્ધ કહ્યાં
  • ભારતીય હોવાને નાતે રામમંદિર બને તે ગર્વની વાત છે

ભાજપના સાંસદ હેમા માલિનીએ રાહુલ ગાંધી પર કર્યો વળતો પ્રહાર કહ્યું કે, તેમને એ પણ ખબર નથી કે તેઓ રામ વિરુદ્ધ છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ હેમા માલિનીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન અને રામ લલ્લાના અભિષેક સમારોહમાં વિપક્ષી પાર્ટીઓ ન આવવા પર પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસે રામ મંદિર પર રાજકારણ ના કરવું જોઈએઃ હેમા માલિની

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર મથુરાના સાંસદ હેમા માલિનીએ કહ્યું હતું કે, વિપક્ષનું કામ બોલવાનું છે, પરંતુ તેમને એ પણ ખબર નથી કે તેઓ રામ વિરુદ્ધ બોલીને ખુશ થઈ રહ્યાં છે. ભારતીય હોવાના નાતે અમને આ વાત પર ગર્વ હોવો જોઈએ. આના પર રાજકારણ ન કરવું જોઈએ. જો તે નથી આવતા, તો તે એમનું નુકસાન છે, આપણું નહીં.

રાહુલ ગાંધી અયોધ્યા નહીં આવે

તમને જણાવી દઈએ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, '22 જાન્યુઆરીનો કાર્યક્રમ રાજકીય કાર્યક્રમ બની ગયો છે. ભાજપ અને આરએસએસે 22મીએ ચૂંટણીનો ફ્લેવર આપ્યો છે અને તેથી કોંગ્રેસ અધ્યક્ષે ત્યાં જવાની ના પાડી દીધી છે.

17 એસપી અને 230થી વધુ અધિકારીઓ તૈનાત

અયોધ્યાની સુરક્ષા માટે યુપી પોલીસના 13 હજારથી વધુ જવાનો, પેરામિલિટ્રીના 11 હજારથી વધુ જવાનો તેમજ યુપી ATS અને STFના કમાન્ડો તૈનાત કરાયા છે. વીઆઈપીની સુરક્ષા માટે 3 ડીઆઈડી અને 17 એસપી સાથે 230થી વધુ અધિકારીઓ તૈનાત છે... સરયુના કાંઠે NDRF અને SDRFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો આઈબી અને રૉના અધિકારીઓએ પણ અયોધ્યામાં ડેરા નાંખ્યા છે. જમીનથી લઈને આકાશ સુધી અને સરયૂ નદીના તટ પર પોલીસની બાજ નજર છે. અન્ય જિલ્લાની પોલીસને પણ અયોધ્યામાં તૈનાત કરવામાં આવી છે.

  • Follow us on: