• ઇડીએ સોરેનને PMLA કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માગ્યા

  • કોર્ટે આદેશ અનામત રાખતા એક દિવસની જ્યુડિ.કસ્ટડી હેઠળ હોટવાર જેલ લઇ જવાયા
  • કોર્ટે આદેશ અનામત રાખતા સોરેનને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ

ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેન સરકારી જમીનો પર કબજો કરતી એક મોટી સિન્ડિકેટનો હિસ્સો હોવાનો ઇડીના દસ્તાવેજો દ્વારા ખુલાસો થયો છે. દસ્તાવેજો મુજબ સોરેન દ્વારા બનાવટી સેલ ડીડ અને દસ્તાવેજોના આધારે જુદીજુદી 12 જમીનો મળીને કુલ અંદાજે 8.5 એકરની કરોડો રૂપિયાની સરકારી જમીન પર કબજો કરાયો હતો. તેમની સામે રેવન્યૂ રેકોર્ડમાં હેરફેરનો પણ આરોપ છે. બીજી તરફ ઇડીએ ગુરુવારે સોરેનને રાંચીની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે કોર્ટે આદેશ અનામત રાખતા સોરેનને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ હોટવાર જેલ લઇ જવાયા.

મહાગઠબંધનના ધારાસભ્યોને હવામાન નડયું

હેમંત સોરેને ચંપઇ સોરેનને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય તો લીધો છે પરંતુ નવી સરકારને લઇને સસ્પેન્સની સ્થિતિ છે. ચંપઇ સોરેને ગુરુવારે સાંજે રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનની મુલાકાત લઇને સરકાર રચવા દાવો રજૂ કર્યો અને તેમને 48 ધારાસભ્યના સમર્થનના દાવા અને 43 ધારાસભ્યની સહી સાથેનો સમર્થનપત્ર સોંપ્યો. રાજ્યપાલે ચંપઇ સોરેન સહિત પાંચ ધારાસભ્યને મળવા બોલાવ્યા હતા. જોકે રાજ્યપાલે તેમને સરકાર રચવા આમંત્રણ આપ્યું નથી. ચંપઇ સોરેનના કહેવા પ્રમાણે રાજ્યપાલે જણાવ્યું કે તેઓ જલદી નિર્ણય લેશે. હોર્સ ટ્રેડિંગના ડરથી મોડી સાંજે મહાગઠબંધનના ધારાસભ્યોને હૈદરાબાદ મોકલવાની કવાયત હાથ ધરાઇ હતી પણ તેમને હવામાન નડયું હતું.


  • Follow us on: