• હેમંત સોરેનને ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી પદ મળી શકે
  • ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ફરી હેમંત સોરેન તૈયાર
  • ચંપાઈ સોરેન 8 વાગે રાજીનામું આપ્યું છે

હેમંત સોરેનને ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી પદ મળી શકે છે. JMMની આગેવાની હેઠળના ગઠબંધનના ધારાસભ્યો વચ્ચેની સર્વસંમતિ બાદ, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી તરીકે પાછા ફરવા માટે તૈયાર છે. સૂત્રોએ બુધવારે આ માહિતી આપી છે.

મુખ્યમંત્રી પદ પરથી ચંપાઈ સોરેન આપ્યું રાજીનામું 

સૂત્રોએ જણાવ્યું હતું કે રાંચીમાં મુખ્ય પ્રધાન ચંપાઈ સોરેનના નિવાસસ્થાને મળેલી બેઠક દરમિયાન જોડાણના નેતાઓ અને ધારાસભ્યોએ સર્વસંમતિથી હેમંત સોરેનને JMM ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાનો નિર્ણય લીધો હતો.

પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું કે, બેઠકમાં ચંપાઈ સોરેનની જગ્યાએ હેમંત સોરેનને નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.' સીએમ ચંપાઈ સોરેન આજે લગભગ 8 વાગ્યે રાજીનામું આપ્યું છે.

હેમંત 5 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા

જો હેમંત સોરેન શપથ લેશે તો તેઓ ઝારખંડ રાજ્યના 13મા મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસના ઝારખંડ પ્રભારી ગુલામ અહેમદ મીર અને પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુર ઉપરાંત હેમંત સોરેનના ભાઈ બસંત અને પત્ની કલ્પના પણ બેઠકમાં હાજર રહ્યા હતા. 

  • Follow us on: