- ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવાની અલગ જ મજા
- હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ કદાચ આવો નજારો ન જોવા મળે
- અહીં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલે છે
સામાન્ય રીતે હિલ સ્ટેશન પર જવાની રિયલ આનંદ તો ચોમાસામાં જ આવે. કારણ કે ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. સામાન્ય દિવસો કરતા કંઇક અલગ જ વાતાવરણ હોય છે તેવામાં હિલ સ્ટેશન પર તો કંઇક અલગ જ રોનક જોવા મળે. જો કે એવા ઘણા હિલ સ્ટેશન છે જ્યાં જઇને ઘણો ખર્ચો થાય છે. પરંતુ આજે તમને એવા હિલ સ્ટેશન વિશે વાત કરીશું જ્યાં કુદરત જાણે તમને આવકારી રહી હોય.
આપણે આજે વાત કરીએ એવા હિલ સ્ટેશનની જેને તમે બે ઘડી જોતા જ રહી જશો. એમ થશે કે વાહ, શું કુદરતની લીલા છે. તમે ચોમાસાની ઋતુમાં આવી જગ્યાઓનો અદભૂત આનંદ માી શકશો. આપણે વાત કરીએ છીએ તે હિલ સ્ટેશન ઉત્તરાખંડ કેહિમાચલના નથી. પરંતુ ઝારખંડના છે. જ્યાં એક બે નહી અનેક નેચર સ્પોટ છે જે તમને રોમાંચિત કરી દેશે.
ગિરિડીહ હિલ સ્ટેશન
ગિરિડીહ ઝારખંડનું સૌથી મહત્વપૂર્ણ હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશન ગિરિડીહ જિલ્લામાં આવેલું છે. આ સાથે જૈન ધર્મનું સૌથી મોટું તીર્થસ્થાન પારસનાથ પણ અહીં બિરાજમાન છે. તમને જણાવી દઈએ કે આને ઝારખંડનું સૌથી ઉંચુ પર્વત શિખર માનવામાં આવે છે. ઉસરી ફોલ, મધુબન, જૈન મ્યુઝિયમ, ઝારખંડી ધામ, ખંડોલી પાર્ક અહીં આકર્ષણનું કેન્દ્ર છે, તે ચોક્કસપણે તમને આકર્ષિત કરશે.
ઘાટશિલા હિલ સ્ટેશન
ઘાટશિલા હિલ સ્ટેશન ઝારખંડના ઘણા સુંદર હિલ સ્ટેશનોમાંથી એક છે.ઘાટશિલા પૂર્વ સિંહભૂમ જિલ્લામાં સ્થિત છે. નરવા ફોરેસ્ટ, બુરુડીહ તળાવ, ફુલડુંગરી હિલ્સ, ધારાગિરી ધોધ, ગાલુડીહ ડેમ, દાલમા વન્યજીવ અભયારણ્ય અને રાંકિની મંદિર અહીંના મુખ્ય આકર્ષણોમાં સામેલ છે.
દેવઘર ત્રિકુટ હિલ સ્ટેશન
બાબા બૈદ્યનાથ ધામ મંદિર, બાર જ્યોતિર્લિંગોમાંનું એક, દેવઘર શહેરમાં આવેલું છે. આ ઉપરાંત અહીંથી 13 કિલોમીટરના અંતરે દેવઘર-દુમકા રોડ પર ત્રિકુટ પર્વત આવેલો છે. તમને જણાવી દઈએ કે આ પર્વતની એક તરફ બાબા વૈદ્યનાથનો વાસ છે, જ્યારે બીજી બાજુ દુમકા તરફ થોડે દૂર નાગનાથ બાબા બાસુકીનાથનું મંદિર છે. આ પર્વતમાં ત્રણ શિખરો છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના મુગટ તરીકે ઓળખાય છે. આ સાથે બે નાના પર્વત શિખરો ગણેશ અને કાર્તિકના નામથી ઓળખાય છે. ત્રિકૂટ પર્વત ઉપરાંત બાબા બૈદ્યનાથ મંદિર, નંદન પહાડ, હાથી પહાડ અને મયુરક્ષી નદી અહીંના મુખ્ય આકર્ષણોમાં સામેલ છે.
દાલમા હિલ સ્ટેશન
દાલમા હિલ સ્ટેશન ઝારખંડના પૂર્વ સિંઘભુમ જિલ્લામાં સ્થિત અન્ય પ્રવાસન સ્થળ છે. દાલમા હિલ સ્ટેશન ચારે બાજુથી ગાઢ જંગલો અને પર્વતોથી ઘેરાયેલું છે. પ્રવાસીઓ અહીં દાલમા હિલ ટોપ, દાલમા વન્યજીવ અભયારણ્ય, મારંગ બુરુ વોટરફોલ, દિમના તળાવના સુંદર દૃશ્યનો આનંદ માણવા આવે છે.
પલામુ હિલ સ્ટેશન
પલામુ હિલ સ્ટેશન પલામુ જિલ્લા હેઠળ આવે છે. તે રાંચીથી 160 થી 170 કિલોમીટર દૂર છે. ભલે અહીંનો પલામુનો કિલ્લો હવે ખંડેરમાં ફેરવાઈ ગયો છે. પરંતુ આજે પણ તે પ્રવાસીઓને આકર્ષે છે. અહીંના પ્રવાસીઓને બેતલા નેશનલ પાર્ક અને ઔરંગાબાદ નદી ખૂબ જ પસંદ આવે છે.
કિરીબુરુ હિલ સ્ટેશન
કિરીબુરુ હિલ સ્ટેશન ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સારંડા નામના સ્થળે આવેલું છે. તમે અહીં ગાઢ જંગલો વચ્ચે પિકનિકનો આનંદ માણી શકો છો. કિરીબુરુ હિલ્સ, સારંડા ફોરેસ્ટ, પ્રવાસીઓને આકર્ષે છે.