• હિમાચલમાં વાદળફાટવાની ઘટના,7ના મોત
  • સાંસદ કંગના રનૌતની પ્રતિક્રિયા આવી સામે
  • કંગનાએ આ ઘટનાને લઇને વ્યક્ત કર્યુ દુઃખ

હિમાચલમાં કુદરતી આફત આવી પડી છે. અનેક જગ્યાએ વાદળ ફાટવાની સમસ્યા સામે આવી છે. 7 લોકોના મોત થયા છે જ્યારે 50 લોકો ગુમ થયા છે. ઠેર ઠેર એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે મંડી વિધાનસભાની સાંસદ એવા કંગના રનૌતની આ અંગે પ્રતિક્રિયા આવી છે. તેમણે હિમાચલમાં વાદળ ફાટવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે.

કંગનાએ આપી પ્રતિક્રિયા

[[$googlead]]

કંગના રનૌતે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ બાબત છે. હિમાચલમાં દર વર્ષે આવી દુર્ઘટના થાય છે, તે દુઃખદ છે. તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાને પોતે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને હિમાચલમાં રાહત ફંડમાં વધુ મદદ અપાશે તેવી ખાતરી આપી છે. સાથે જ ગૃહમંત્રી તરફથી પણ અમને મદદનું આશ્વાસન મળ્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ હિમાચલ ક્યારે જશે તેનો જવાબ આપતા કહ્યું કે અહીંનું કામ પૂરું થતાં જ હું હિમાચલ જઈશ અને લોકોને મદદ કરીશ.

[[$alsoread]]

હિમાચલમાં કુદરતનો કહેર

મહત્વનું છે કે હિમાચલમાં ભૂસ્ખલન, વાદળ ફાટવુ આ બે સમસ્યાથી લોકો પરેશાન તો છે જ ત્યાં હવે ભૂકંપ આવતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. ત્રણ સ્થળો શિમલા, મંડી અને કુલ્લુમાં વાદળ ફાટવાને કારણે સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 50 લોકો ગુમ છે. ભૂસ્ખલન થવાને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ જવાથી બચાવ ટીમ માટે ઘટનાસ્થળે પહોંચવું એક મોટો પડકાર ભર્યુ કામ થઇ ગયુ છે. ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોનો સામનો કરી રહેલા હિમાચલ પ્રદેશમાં હવે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.

અમિત શાહે સીએમ સુખ્ખુ સાથે વાત કરી

હિમાચલની આ ઘટનાને લઇને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિન્દર સિંહ સુખુ સાથે વાત કરી અને રાજ્યમાં વાદળ ફાટવાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી. આ બાબતે ઇમરજન્સી મીટીંગ યોજીને પત્રકારો સાથે વાત કરતાં શાહે મુખ્યમંત્રીને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે આપત્તિની દેખરેખ માટે રાજ્યમાં 13 સ્થળોએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે જિલ્લા વહીવટીતંત્રને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત આપવા અને અસ્થાયી પુલ બનાવવાની સૂચના આપવામાં આવી છે.


  • Follow us on: