• હિમાચલના સોલનના જંગલમાં આગ લાગી
  • આગ ઓલવવા પ્રયાસો શરૂ
  • હમીરપુરના જંગલોમાં પણ લાગી હતી આગ

જંગલમાં આગ લાગવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડ અને જમ્મુબાદ હવે હિમાચલના સોલનના જંગલોમાં આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા વન વિભાગ દ્વારા પ્રયાસો તેજ કર્યા છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

આગ ઓલવવા કરી રહ્યા છે પ્રયાસ

[[$googlead]]

સ્થાનિકોનું માનવુ છું કે સોલનના જંગલોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી આગ લાગી છે અને તેના પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. જોકે તમામ ગ્રામજનો છેલ્લા કેટલાક સમયથી પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ હમીરપુરના જંગલમાં આગ લાગી હતી.

[[$alsoread]]

હમીરપુરના જંગલોમાં લાગી હતી આગ

મહત્વનું છે કે બે દિવસ પહેલા હિમાચલના હમીરપુર જિલ્લામાં જંગલમાં આગ લાગી હતી. જેમાં હમીરપુરના બગાઈતુ ગામના વૃદ્ધાનું દાઝી જવાને કારણે મોત થયુ હતું, વાત એવી હતી કે તેઓ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતી પરંતુ તે પોતે જ તેમાં ફસાઈ ગયા . હમીરપુર જિલ્લામાં બે અઠવાડિયામાં જંગલમાં લાગેલી આગને કારણે મૃત્યુની આ બીજી ઘટના છે. આ પહેલા 29 મેના રોજ ચકમોહ વિસ્તારમાં જંગલમાં લાગેલી આગ દરમિયાન ગૂંગળામણથી એક મહિલાનું મોત થયું હતું.

ઉત્તરાખંડના જંગલોમાં પણ લાગી આગ

મહત્વનું છે કે ઉત્તરાખંડના જંગલોમાં પણ આગ લાગી છે. અલ્મોડા જિલ્લાના સિવિલ સોયમ ફોરેસ્ટ ડિવિઝન હેઠળના બિનસાર વન્યજીવ અભયારણ્યમાં આગમાં ચાર વનકર્મીઓના મોત થયા હતા જ્યારે ચાર અન્ય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ દુર્ઘટના 12 જૂને બપોરે લગભગ પોણા ચાર વાગે બની હતી જ્યારે વન્યજીવ અભયારણ્યમાં આગની માહિતી મળતાં આઠ વનકર્મીઓની ટીમ તેને બુઝાવવા માટે સ્થળ પર પહોંચી હતી.


  • Follow us on: