દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા થઇ રહી છે. ત્યારે જો તમે પણ આ સિઝનમાં સ્નોફોલનો આનંદ માણવા ઇચ્છતા હોવ તો, પહોંચી જાઓ શિમલા. શિમલામાં અત્યારે એટલો આહ્લાદલ માહોલ જોવા મળી રહ્યો છે કે ત્યાં રહેલા પર્યટકો તો ખુશીથી ઝૂમી ઉઠ્યા.


[[$googlead]]

હિમાચલમાં પ્રવાસીઓને આનંદો 

હિમાચલ પ્રદેશમાં ઘણા વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમવર્ષા શરૂ થતાં જ પ્રવાસીઓના ચહેરા પર ખુશી ફરી વળી છે. રવિવાર રાતથી હિમાચલ પ્રદેશના કિન્નૌર, કુલ્લુ, લાહૌલ-સ્પીતિ અને ચંબામાં તૂટક તૂટક હિમવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિલાસપુર, ઉના, હમીરપુર અને મંડીમાં બીજા દિવસે પણ તીવ્ર ઠંડીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. શિમલામાં સોમવારે સવારથી ભારે હિમવર્ષા થઈ રહી છે જેના કારણે વાહનો, વૃક્ષો અને રસ્તાઓ પર બરફની ચાદર છવાઈ ગઈ છે.

[[$alsoread]]

હિમવર્ષા થતા ઝૂમી ઉઠ્યા પ્રવાસીઓ

શિમલાના નજારાની વાત કરીએ તો ચોમેર બરફનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. ફ્રેશ સ્નો ફોલ થતા પ્રવાસીઓ તો ઝૂમી ઉઠ્યા હતા. પ્રવાસીઓ આ હિમવર્ષામાં એક બીજા પર બરફ ફેંકતા જોવા મળ્યા. ઠંડી ભલે છે પણ બરફ વર્ષા થતા જાણે કે સોનામાં સુગંધ ભળી. નજર પહોંચે ત્યાં બરફની ચાદરમાં આખુ શિમલા લપેટાયુ હોય તેમ લાગે. આ દિવસોમાં શિમલા મનાલી પર્યટકો માટે હોય ફેવરિટ ડેસ્ટિનેશન છે કારણ કે અહીંનું વાતાવરણ જ એવુ છે કે તમે ખુશખુશ થઇ જશો.

મનાલીમાં એલર્ટ !

હિમાચલના ઘણા શહેરોમાં પારો શૂન્યથી નીચે નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે પણ શિમલામાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. સોમવારના રોજ થયેલી હિમવર્ષાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં વાહનો, ઝાડ અને જમીન પર બરફની ચાદર છવાઇ છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મનાલીમાં સોમવાર તો ખરા જ પરંતુ  મંગળવારે પણ હિમવર્ષા થઈ શકે છે.

  • Follow us on: