• હિમાચલ પ્રદેશના મંડીમાં કંગના રનૌત મતદારોને રીઝવવા ઉતરી મેદાનમાં
  • ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ CM જયરામ ઠાકુર પણ રહ્યા ઉપસ્થિત
  • કંગના રનૌતએ હિમાચલના પ્રિન્સ વિક્રમાદિત્ય સિંહ પર કર્યા પ્રહાર

હિમાચલ પ્રદેશના મંડીમાં કંગના રનૌતે ચૂંટણી કારકિર્દીની શરૂઆત તડામાર તૈયારીઓ સાથે કરી દીધી છે. કંગના રનૌત આજે મંડીની જોગીન્દરનગર વિધાનસભા બેઠકની મુલાકાત લેવા પહોંચી છે. આ પ્રસંગે તેમની સાથે પૂર્વ CM જયરામ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા હતા.  કંગના રનૌતના ચૂંટણી પ્રચારને લઇ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ, અભિનેત્રી કંગના રનૌત હિમાચલ પ્રદેશથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડનાર પ્રથમ મહિલા છે. અત્યાર સુધી ભાજપે ચાર સંસદીય ક્ષેત્ર મંડી, શિમલા, હમીરપુર અને શિમલામાંથી એક પણ મહિલાને ટિકિટ આપી નથી. જોકે આજે મતદારોને રીઝવવા માટે કંગના રનૌતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. અભિનેત્રી કંગના રનૌતને જોવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આજે, બૈસાખીના તહેવાર પર, કંગના જોગીન્દર નગર વિધાનસભા સીટ પર પહોંચી છે, જ્યાં તે ગુલાબી સાડી અને હિમાચલી કેપમાં જોવા મળી હતી અને લોકોએ તેનું ફૂલોના હારથી સ્વાગત કર્યું હતું.

[[$googlead]]

તમને જણાવી દઈએ કે કંગના રનૌત પૂરા જોશ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે અને વિપક્ષ પર પણ જોરદાર પ્રહારો કરી રહી છે. કંગના હિમાચલના પ્રિન્સ વિક્રમાદિત્ય સિંહ પર શાબ્દિક પ્રહારો કરતા તેણે છોટા પપ્પુ કહીને સંબોધતી પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં ચૂંટણીનો માહોલ કેટલો ગરમ છે તે સમજી શકાય છે. આરોપ-પ્રત્યારોપનો દોર પણ ચાલુ જ છે. તેવામાં ચૂંટણીની ગણતરી જ કહેશે કે કંગનાને મંડી, હિમાચલના લોકો તરફથી કેટલો પ્રેમ મળે તે ચૂંટણી ટાણે જ કહી શકાય.

[[$alsoread]]
  • Follow us on: