• હિમાચલમાં ભારે વરસાદથી પુરની સ્થિતિ
  • સતત વરસાદથી અનેક હાઇવે ક્ષતિગ્રસ્ત
  • હિમાચલની મોટી મોટી નદીઓ વહી બે કાંઠે

હિમાચલમાં ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ ઉભી થઇ છે. સતત વરસાદને લીધે અનેક જિલ્લાઓમાં પહાડો ક્ષતિગ્રસ્ત તથા પુલ પણ તૂટી રહ્યા છે. અનેક હાઈવે ક્ષતિગ્રસ્ત થયા છે, જેના કારણે ઘણા શહેરોના માર્ગો કપાઈ ગયા છે. એટલું જ નહીં ભારે વરસાદને કારણે હિમાચલની મોટી નદીઓ સહિત અન્ય ઘણી નાની નદીઓ બે કાંઠે વહી રહી છે.

વાદળ ફાટવાથી 2ના મોત
મહત્વનું છે કે હિમાચલમાં વાદળ ફાટવાથી બે લોકોના મોત થયા છે જ્યારે 50 લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. કુલ્લુમાં ગઇકાલથી થયેલા ભારે વરસાદને કારણે બિયાસ અને પાર્વતી નદી જોખમી સ્તરે વહી રહી છે. પાણીના પૂરપાટ વહેણને કારણે અને રસ્તાઓ તથા બહુમાળી બિલ્ડીંગો પાણીમાં ડૂબી ગઇ છે.

નદીઓ જોખમી સ્તરે વહી
મહત્વનું છે કે મનાલીમાં સતત વરસાદથી બિયાસ નદીનું જળસ્તર વધ્યુ છે. કુલ્લુમાં પણ પાર્વતી નદી જોખમી સ્તરે વહી રહી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે કુલ્લુમાં એક ઇમારત પાણીમાં વહી ગઇ. મહત્વનું છે કે શિમલાના રામપુરમાં વાદળ ફાટવાથી 19 લોકો લાપતા છે. એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. 
  • Follow us on:

[[$googlead]]