• લાહૌલ-સ્પીતિ જિલ્લાના કોક્સર વિસ્તારમાં હિમવર્ષા ચાલુ છે
  • અટલ ટનલના બંને છેડે હિમવર્ષા થતા ટનલ બંધ કરાઇ
  • પોલીસે લાહૌલ અને સ્પીતિમાં હિમવર્ષાની ચેતવણી જારી કરી છે

હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા આદિવાસી વિસ્તારો અને અન્ય ઊંચી ટેકરીઓમાં હિમવર્ષા થઈ છે. મધ્ય અને નાની ટેકરીઓ પર તીવ્ર અને બરફીલા પવનો સાથે છૂટાછવાયા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના ભાગો તીવ્ર શીત લહેરોની પકડમાં છે. ઠંડી અને બરફથી વાતાવરણ એક અલગ જ પ્રકારનુ બની ગયુ છે.

હિમાચલમાં હિમવર્ષા

[[$googlead]]

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. લાહૌલ અને સ્પીતિ, કિન્નૌર અને પાંગીના ઊંચાઈવાળા વિસ્તારોમાં અને ઊંચા પર્વતીય માર્ગો પર હિમવર્ષા થઈ છે.

[[$alsoread]]

મનાલી અને સ્પીતિમાં હિમવર્ષા

લાહૌલ-સ્પીતિ જિલ્લાના કોક્સર વિસ્તારમાં હિમવર્ષા ચાલુ છે. ગુરુવારે મનાલીમાં હિમવર્ષા થઈ હતી. અટલ ટનલના બંને છેડે હિમવર્ષા થતા ટનલ બંધ કરાઇ છે.

પોલીસે એડવાઈઝરી જાહેર કરી છે

પોલીસે લાહૌલ અને સ્પીતિમાં હિમવર્ષાની ચેતવણી જારી કરી છે અને લોકોને આ વિસ્તારોમાં પ્રવેશતા પહેલા હવામાનની સ્થિતિ તપાસવાની સલાહ આપી છે.

આજે પણ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે

સ્થાનિક હવામાન કચેરીએ મધ્ય અને નીચલી ટેકરીઓમાં અલગ-અલગ જગ્યાએ વરસાદ અને 1 ડિસેમ્બરે શુષ્ક હવામાન પછી ઉચ્ચ ટેકરીઓ પર વરસાદ અથવા હિમવર્ષાની આગાહી કરી છે.

શિમલામાં હવામાન આવું છે

પાટનગરના આકાશમાં કાળાડિબાંગ વાદળો છે અને શહેરમાં હળવા વરસાદની સાથે બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે. વિઝિબિલિટી થોડા મીટર સુધી ઘટી ગઈ હતી જેના કારણે વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી.

તાપમાનમાં ઘટાડો

વરસાદ અને હિમવર્ષાને કારણે દિવસના મહત્તમ તાપમાનમાં અમુક ડિગ્રીનો ઘટાડો થયો હતો અને તે સામાન્ય કરતાં પાંચથી 12 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું હતું.

  • Follow us on: