- હિમાચલમાં ભારે વરસાદથી સ્થિતિ ભયંકર
- ઠેર ઠેર લેન્ડસ્લાઇડ થતા અનેક લોકોના ઘર ધોવાયા
- લાહૌલ-સ્પીતિમાં વાદળ ફાટવાથી 2 પુલ ધોવાયા
હિમાચલમાં વાદળ ફાટવાથી સ્થિતિ ગંભીર બની છે. લાહૌલ અને સ્પીતિમાં વાદળ ફાટવાથી મોટુ નુકસાન થયુ છે. બે પુલ ધોવાઇ ગયા છે. મળતી માહિતી મુજબ મનાલી- લદ્દાખ રોડ પર બે ઓગષ્ટે વાદળ ફાટવાથી કુપાતા બ્રિજ અને બેલી બ્રિજને નુકસાન થયુ છે.
બે બ્રિજ ધોવાયા
આ અંગે માહિતી આપતાં, દારચા-શિંકુ એલએ રોડ 126 RCC BROના OIC, આશુતોષ ગાડેકરે જણાવ્યું હતું કે 2 ઓગસ્ટે રાત્રે લગભગ 8:30 વાગ્યે વાદળ ફાટ્યું હતું, એક બૈલી બ્રિજ અને નવો બનેલો બ્રિજ ધોવાઈ ગયો હતો. તેમણે વધુમાં જણાવ્યુ કે ટીમ અમારી કામ કરી રહી છે અમે અમે 2-3 દિવસમાં રસ્તો ફરીથી ખોલીશું.
ભારે વરસાદની આગાહી
તો આવી સ્થિતિ વચ્ચે હિમાચલમાં હજી વરસાદનું જોર વધશે. રાજ્યમાં 6 ઓગસ્ટ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન હવામાન વિભાગે 10 જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં રસ્તાઓની હાલત ખરાબ છે. હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે લગભગ 115 રસ્તાઓ બંધ થઈ ગયા છે. હિમાચલમાં વીજળી વ્યવસ્થા પણ ખરાબ હાલતમાં છે. અહીં 225 ટ્રાન્સફોર્મર પણ ઉડી ગયા છે અને પાણી પુરવઠો પણ ખોરવાયો છે.









