- હિન્દી દિવસ પ્રસંગે શાહે કહ્યું કે હિન્દી ભાષા અન્ય વિવિધ ભાષાને સંગઠિત કરે છે
- 14મી સપ્ટેમ્બરનો દિવસ હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે
- હિન્દી એ તમામ સ્થાનિક અને પ્રાદેશિક ભાષાઓને સશક્ત કરવાનું માધ્યમ
હિન્દી અન્ય કોઈ પ્રાદેશિક ભાષાની સ્પર્ધક ભાષા નથી તે અન્ય વિવિધ ભાષાને એકીકૃત કરે છે તેમ કેન્દ્રનાં ગૃહપ્રધાન અમિત શાહે હિન્દી દિવસ પ્રસંગે કહ્યું હતું. દેશમાં દર વર્ષે 14મી સપ્ટેમ્બરનો દિવસ હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે. શાહે કહ્યું કે હિન્દી ભાષા જુદીજુદી ભારતીય તેમજ વૈશ્વિક ભાષાઓ અને બોલીનું સન્માન જાળવે છે. દેશ તમામ ભાષાઓને મજબૂત કરીને જ મજબૂત થઈ શકશે. હિન્દી એ તમામ સ્થાનિક અને પ્રાદેશિક ભાષાઓને સશક્ત કરવાનું માધ્યમ છે. ભારત અનેક વિવિધ ભાષાઓ ધરાવતો દેશ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં હિન્દી જુદીજુદી ભાષાઓને એક કરે છે. હિન્દી એ લોકશાહીની ભાષા છે. જે બોલચાલમાં, લખાણમાં અને વ્યાકરણમાં તમામ ભાષાઓનું ગૌરવ જાળવે છે.
સ્વતંત્રતા સંગ્રામમાં હિન્દી ભાષાની મહત્ત્વની ભૂમિકા










