ચીનમાં કોરોના જેવા લક્ષણો દર્શાવતો માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV) હવે ભારતમાં પહોંચી ગયો છે. સોમવારે ત્રણ મહિનાની બાળકી આ વાયરસથી સંક્રમિત મળી આવી હતી. અગાઉ આઠ મહિનાના બાળકમાં આ ચેપ જોવા મળ્યો હતો. આ પછી ગુજરાતમાં એક કેસ સામે આવ્યો છે. આ વાયરસની વધુ અસર નાના બાળકો, ખાસ કરીને 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર જોવા મળી રહી છે. ભારતમા અત્યાર સુધી 7 કેસ નોંધાયા છે.


જો કે આ કોઈ નવો વાયરસ નથી. અમેરિકી સરકારના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, વર્ષ 2001માં મનુષ્યમાં તેની શોધ થઈ હતી, એટલે કે આ વર્ષે જ જાણવા મળ્યું હતું કે આ વાયરસ મનુષ્યોને સંક્રમિત કરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે આ વાયરસ આપણી આસપાસ 200-400 વર્ષથી હાજર છે? અગાઉ તેની અસર માત્ર પક્ષીઓને જ થતી હતી. તો સવાલ એ ઊભો થાય છે કે 'બર્ડ વાયરસ' માણસો સુધી કેવી રીતે પહોંચ્યો અને હવે તેમને બીમાર કરી રહ્યો છે?

અગાઉ આ વાયરસ પક્ષીઓમાં ફેલાયો હતો

સાયન્સ ડાયરેક્ટ અનુસાર, માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV) દર્શાવે છે કે મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે શ્વસન સંબંધી રોગોનો ફેલાવો કોઈ નવી વાત નથી. 2001માં આ વાયરસની ઓળખ સૌપ્રથમવાર માનવોમાં થઈ હોવા છતાં, વૈજ્ઞાનિક સંશોધન સૂચવે છે કે તે 200-400 વર્ષ પહેલાં પક્ષીઓમાંથી મનુષ્યોમાં આવ્યો હતો. તે સમયે તેને એવિયન મેટાપ્યુમોવાયરસ કહેવામાં આવતું હતું.

પરંતુ ત્યારથી, આ વાયરસ વારંવાર પોતાને બદલતો રહ્યો છે અને પોતાને માનવ શરીરમાં એવી રીતે અનુકૂળ થઈ ગયો છે કે હવે તે ફક્ત માણસોને અસર કરે છે, પક્ષીઓને નહીં. તેનું “એડજસ્ટમેન્ટ” એટલું પરફેક્ટ થઈ ગયું છે કે દુનિયાની લગભગ દરેક વ્યક્તિ 5 વર્ષની ઉંમર સુધીમાં આ વાયરસથી સંક્રમિત થઈ જાય છે.

રોગપ્રતિકારક શક્તિ અને વાયરસ સામે લડવું

આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ એન્ટિબોડીઝ અને ટી કોશિકાઓ પર આધારિત છે. પરંતુ HMPV ખૂબ જ ચતુરાઈથી આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. તે ટી કોશિકાઓમાં પ્રોગ્રામ કરેલ સેલ ડેથ રીસેપ્ટર્સને વધારીને રોગપ્રતિકારક પ્રતિક્રિયાને ધીમું કરે છે.

આ વાયરસ સામે આપણી રોગપ્રતિકારક શક્તિ કાયમ રહેતી નથી. આ કારણે તે ફરીથી હળવા ચેપનું કારણ બની શકે છે. જોકે મોટા ભાગના કિસ્સાઓમાં તે નજીવું છે. 2024માં ચીનમાં તેના ફેલાવાના સમાચાર હતા. વર્ષ 2023માં નેધરલેન્ડ, બ્રિટન, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં આ વાયરસ જોવા મળ્યો હતો.

શું તે કોરોના જેટલું ઘાતક હોઈ શકે?

આ વાયરસનો એવો કોઈ વેરિઅન્ટ હજુ સુધી જોવા મળ્યો નથી, જે કોરોનાની જેમ વિસ્ફોટક રીતે ફેલાય છે. આ વાયરસ દરેક ઉંમરના લોકોને સંક્રમિત કરી શકે છે.

  • Follow us on: