- તેમાં ડેટા માટે ફ્રીક્વન્સી રીસીવર કે ડીકોડર નથી
- કોઈપણ પ્રકારનું નેટવર્ક જોડાયેલ નથી
- ભારતમાં 1982 માં EVM ની શરૂઆથ થઈ
જ્યારે એક તરફ આજે તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ વચ્ચે EVM મશીનથી જીત અને હારનું કારણ નક્કી થાય છે. જેમાં પણ ઘણી વખત EVM પર સવાલો ઊભા થાય છે. ત્યારે EVM મશીન કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે પરિણામ નક્કી થાય છે તેના અંગેની માહિતી મેળવીશું.
EVMનું પૂરું નામ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે. જો આપણે વાત કરીએ કે ભારતમાં EVM ક્યારે દાખલ કરવામાં આવ્યું હતું, તો આ મશીનનો ઉપયોગ ભારતમાં પહેલીવાર 1982માં થયો હતો. EVM એ વોટ સબમિટ કરવા માટેનું ઈલેક્ટ્રોનિક મશીન છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન બે એકમોથી બનેલું છે જેમાં સમાવેશ થાય છે - કંટ્રોલ યુનિટ અને બેલેટિંગ યુનિટ. આ પાંચ મીટરના કેબલ દ્વારા જોડાયેલા છે. EVM એક સ્ટેન્ડ અલોન મશીન છે, તેની સાથે કોઈપણ પ્રકારનું નેટવર્ક જોડાયેલ નથી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ મશીનો કોઈપણ કમ્પ્યુટર દ્વારા નિયંત્રિત નથી.
પરિણામની માહિતી કેવી રીતે એકત્ર થાય છે
આ ઉપરાંત EVM પાસે ડેટા માટે ફ્રીક્વન્સી રીસીવર કે ડીકોડર નથી. મતદાન કર્યા બાદ તેમને સીલ કરવામાં આવે છે. આ પછી, તેને કડક સુરક્ષા વચ્ચે પરિણામના દિવસે જ ખોલવામાં આવે છે. કંટ્રોલ યુનિટ (CU): કંટ્રોલ યુનિટ પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે રિટર્નિંગ ઓફિસર (RO) પાસે હોય છે. જ્યારે બેલેટીંગ યુનિટ (BU): બેલેટીંગ યુનિટ વોટિંગ કમ્પાર્ટમેન્ટમાં મૂકવામાં આવે છે. લોકો અહીં આવીને મતદાન કરે છે. પ્રિસાઇડિંગ ઓફિસર મતદારની ઓળખની ચકાસણી કરે છે, ત્યારબાદ તે કંટ્રોલ યુનિટનું બેલેટ બટન દબાવશે. આ પ્રક્રિયા બાદ મતદાર બેલેટીંગ યુનિટમાં હાજર ઉમેદવારના ચૂંટણી ચિન્હની સામે વાદળી બટન દબાવીને મતદાન કરી શકશે.
EVM કોણે બનાવ્યું?
EVM ને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BHEL), બેંગલુરુ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL), હૈદરાબાદ સાથે મળીને ચૂંટણી પંચની ટેકનિકલ એક્સપર્ટ કમિટી (TEC) દ્વારા ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવ્યું છે. EVM મશીનો માત્ર BHEL અને ECIL દ્વારા બનાવવામાં આવે છે. વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) પણ EVM સાથે આવે છે. જેમાંથી એક કાપલી નીકળે છે. આ સ્લીપમાં જે ઉમેદવારને મત આપવામાં આવ્યો છે તેનો ફોટો અને ચૂંટણી ચિન્હ દેખાય છે. આ તમને જણાવે છે કે તમારી બોટ બરાબર તે જગ્યાએ છે જ્યાં તમે તેને રાખવા માંગતા હતા.