પ્રેમાનંદજી મહારાજ.. કે જેમના પ્રવચનો આપણે સાંભળીએ છીએ. સોશિયલ મીડિયા પર પણ તેમના પ્રવચનના વીડિયો ઘણા જોવા મળે છે. વળી ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી પ્રેમાનંદજી મહારાજને ખૂબ માને છે. વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. નિવૃત્તિની જાહેરાત કર્યા પછી તરત જ તેઓ તેમની પત્ની અનુષ્કા શર્મા સાથે પ્રેમાનંદ જી મહારાજના દરબારમાં પહોંચ્યા હતા. જો કે આવુ પહેલીવાર નથી. તેઓ પહેલા પણ મહારાજના આશીર્વાદ લેવા અહીં ઘણીવાર આવ્યા છે.


કેટલી છે સંપત્તિ? 

દરેક વ્યક્તિ પ્રેમાનંદ મહારાજને સાંભળવા માંગે છે. તેમના ભક્તો ફક્ત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હાજર છે. પ્રેમાનંદ મહારાજે વર્તમાન સમયમાં ઘણી ખ્યાતિ મેળવી છે. આ ખ્યાતિને કારણે તેમની પાસે કરોડોની સંપત્તિ છે જે જાણવામાં દરેકને રસ છે. આવી સ્થિતિમાં આવો જાણીએ કે વિરાટ કોહલીના ગુરુ પ્રેમાનંદ જી મહારાજ પાસે કેટલી સંપત્તિ છે અને તેઓ એક દિવસમાં કેટલો ખર્ચ કરે છે?

આશ્રમ સમાજ સેવા કરે છે

પ્રેમાનંદ મહારાજનો આશ્રમ મથુરામાં આવેલો છે અને તે ફક્ત એક સામાન્ય આશ્રમ નથી. આ એક એવું સ્થાન છે જ્યાં દરરોજ સેંકડો ભક્તો આવે છે, ભોજન લે છે અને આધ્યાત્મિક શિક્ષણ મેળવે છે. આશ્રમમાં દરરોજ મોટી સંખ્યામાં લોકોને મફત ભોજન પૂરું પાડવામાં આવે છે અને આ ઉપરાંત ઘણી સામાજિક પ્રવૃત્તિઓ પણ થાય છે. પ્રેમાનંદ મહારાજ કહે છે કે તેઓ દરરોજ 400-500 રૂપિયાનું ભોજન ખાય છે. તેમને કોઈ મિત્રો નથી. તેઓ કહે છે કે તેમની પાસે એક રૂપિયો નથી તેમની પાસે મોબાઇલ ફોન પણ નથી. તેમનું કહેવુ છે કે મે જ્યારે ઘર છોડ્યુ હતુ તેવોને એવો જ છું.

હું આજે પણ એ જ છું જેવો હું ઘર છોડતી વખતે હતો. એક ચમચી પણ મારી નથી. સરકારી કાગળોમાં તમને ક્યાંય પ્રેમાનંદ નામ લખેલું જોવા નહીં મળે. મારી પાસે ન તો બેંક ખાતું છે કે ન તો એવા કોઈ કાગળો છે જેના પર પ્રેમાનંદની સહીની જરૂર પડે. મેં દુઃખને સ્વીકાર્યું છે, હું દુઃખથી ડરતો નથી. જ્યારે હું દુઃખમાં હોઉં છું, ત્યારે પણ ભગવાન મને ભેટે છે. તેમની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, તેમના નામે એક પણ રૂપિયો નથી કે તેમની પાસે કોઈ ઘર કે જમીન નથી.

પૈસા ક્યાંથી આવે છે?

પ્રેમાનંદ મહારાજના આશ્રમની આટલી મોટી નાંણાકીય વ્યવસ્થાનો મુખ્ય સ્ત્રોત ભક્તો તરફથી મળતું દાન છે. તેમના અનુયાયીઓમાં ઘણા મોટા ઉદ્યોગપતિઓ અને પ્રભાવશાળી લોકોનો સમાવેશ થાય છે, જે નિયમિતપણે આશ્રમને નાણાકીય મદદ કરે છે. આ ઉપરાંત, મહારાજજીના ઉપદેશો અને ધાર્મિક કાર્યક્રમો પણ આશ્રમની આવકના મુખ્ય સ્ત્રોત છે.

પ્રેમાનંદ મહારાજ ભલે ભવ્ય આશ્રમ ચલાવે છે તેમનું અંગત જીવન એકદમ સરળ છે. તેઓ પોતાના અનુયાયીઓને સાદું જીવન અને ઉચ્ચ વિચારસરણીનો સંદેશ આપે છે. વિરાટ કોહલી જેવા મોટા સ્ટાર્સ પણ તેમના વિચારો અને માર્ગદર્શનથી પ્રભાવિત થાય છે, જે તેમના પ્રભાવ અને લોકપ્રિયતામાં વધુ વધારો કરે છે.

  • Follow us on: