- લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ તેજ
- હૈદરાબાદમાં અમિત શાહે કર્યો રોડ શો
- જયશ્રી રામના લાગ્યા નારા
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ સહિત દિગ્ગજો દ્વારા તેજ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓવૈસીના ગઢમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. બીજેપી ઉમેદવાર માધવી લતાના સમર્થન માટે તેઓ હૈદરાબાદ પહોંચ્યા હતા. ત્યારે જયશ્રી રામના નારા લાગ્યા હતા.
હૈદરાબાદમાં અમિતશાહનો રોડ શૉ
અમિતશાહે હૈદરાબાદમાં બીજેપી ઉમેદવાર માધવી લતા માટે ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા. તેઓએ રોડ શો યોજીને માધવી લતા માટે વોટની અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બુધવારે સાંજે 4.30 વાગ્યે હૈદરાબાદ ભાજપના ઉમેદવાર કે. માધવી લતાના સમર્થનમાં મહાકાલી મંદિર, લાલદરવાજાથી સુધા ટોકીઝ, શાલીબંદા, હૈદરાબાદ સુધી રોડ શો કર્યો હતો. . તેલંગાણા ભાજપના અધ્યક્ષ જી. કિશન રેડ્ડી, રાજ્યસભા સાંસદ કે. લક્ષ્મણ અને અન્ય લોકો આ શોનો ભાગ બનશે. જેમાં જયશ્રીરામના નારા લાગતા અસદુદ્દીન ઓવૈસીની ચિંતામાં વધારો થયો હતો..
ઓવૈસી પર આડકતરી રીતે કર્યા પ્રહાર
અમિત શાહે AIMIM પાર્ટી પર આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું કે હૈદરાબાદને 40 વર્ષથી પ્રતિનિધિત્વ નથી મળ્યું. આ વખતે અમને માધવી લતાને જંગી બહુમતીથી જીતાડીને મોકલવાના છે. હૈદરાબાદ માટે અમે માધવી લતાને કામ કરવાની તક આપી છે.
ડરવાની જરૂર નથી- અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે કોઈએ ડરવાની જરૂર નથી, હૈદરાબાદમાં કોઈ વ્યક્તિને સ્પર્શ કરવાની કોઈની હિંમત નથી. આ વખતે મુક્ત મનથી મતદાન કરો, પછી તે હિન્દુ હોય કે મુસ્લિમ, દરેક મતદાતા કમળનું બટન દબાવવું જોઈએ અને હૈદરાબાદને મુખ્ય પ્રવાહ સાથે જોડવું જોઈએ.
માધવી લતા અસદુદ્દીન ઓવૈસી માટે એક મોટો પડકાર
મહત્વનું છે કે પોતાના સામાજિક કાર્યોને કારણે જૂના હૈદરાબાદમાં લાંબા સમયથી લોકપ્રિય રહેલી માધવી લતા અસદુદ્દીન ઓવૈસી માટે એક મોટો પડકાર બનીને ઉભરી રહી છે. તે સતત ઓવૈસી પર નિશાન સાધી રહી છે. માધવી લતા દાવો કરી રહી છે કે તેઓ હૈદરાબાદથી ચૂંટણી જીતશે અને ઓવૈસી હારી જશે.









