• પીએમ મોદી નરસિમ્હા રાવના પરિવારને મળ્યા
  • પીએમ મોદીએ ટ્વિટર પર શેર કરી તસવીરો
  • પી.વી નરસિમ્હા રાવને ભારત રત્નથી કરાયા છે સન્માનિત
હૈદરાબાદમાં પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના પરિવારના સભ્યોને પીએમ મોદી મળ્યા હતા. પીવી નરસિમ્હા રાવના પરિવારે દિવંગત નેતાને ભારત રત્નથી સન્માનિત કરવા બદલ તેમનો આભાર માન્યો હતો.

નરસિમ્હા રાવના પરિવારને મળ્યા
મહત્વનું છે કે પીએમ મોદી મંગળવારે સાંજે મહારાષ્ટ્રથી હૈદરાબાદ આવ્યા હતા. નરસિમ્હા રાવના પુત્રો, પુત્રીઓ અને પૌત્રો રાજભવનમાં પીએમ મોદીને મળ્યા હતા. આ મુલાકાત લગભગ 30 મિનિટ સુધી ચાલી હતી. પૂર્વ વડાપ્રધાનના પુત્ર પીવી પ્રભાકર રાવ, પુત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) વિધાન પરિષદના સભ્ય વાણી દેવી, તેમના જમાઈ કેઆર નંદન, એક નિવૃત્ત આઈપીએસ અધિકારી અને પૂર્વ વડાપ્રધાનના પૌત્ર એનવી સુભાષ પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. મહત્વનું છે કે એન.વી સુભાષ ભાજપના નેતા છે.

એક્સ પોસ્ટ કરી શેર
પીએમ મોદીએ નરસિમ્હા રાવના પરિવાર સાથેની તેમની મુલાકાતના ફોટા શેર કર્યા છે. તેમણે પોતાના એક્સ પર પોસ્ટ શેર કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે અમારી વાતચીત વ્યાપક હતી અને અમે ઘણા વિષયો પર ચર્ચા કરી. પરિવારના સભ્યોએ તાજેતરના વર્ષોમાં ભારતની પ્રગતિ પર ખુશી વ્યક્ત કરી હતી. અમે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓની સમૃદ્ધિ વિશે પણ વાત કરી હતી.

13મેના રોજ મતદાન
મહત્વનું છે કે પીએમ મોદી મંગળવારે સાંજે હૈદરાબાદ પહોંચ્યા હતા. આજે એટલે કે બુધવારે તેલંગાણામાં ચૂંટણી રેલીઓનો કાર્યક્રમ છે. તેલંગાણામાં લોકસભાની 17 બેઠકો માટે 13 મેના રોજ મતદાન થશે. જ્યારે મંગળવારે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર લગભગ 65 ટકા મતદાન થયું હતું.
  • Follow us on: