• પૂજા ખેડકરને UPSCએ ફટકારી નોટિસ
  • પૂજા ખેડકરે નામ, ફોટો અને સાઇન બદલ્યા
  • ઉમેદવારી રદ કરવા માટેની નોટિસ ફટકારી

IAS ઓફિસર પૂજા ખેડકરને લઇને એક બાદ એક નવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે હવે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ પૂજા પર છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. યુપીએસસીએ ટ્રેની પૂજા ખેડકર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. આ કેસમાં UPSCએ કરેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છએ.

એક્શનમાં UPSC
તપાસમાં જાણવા મળ્યું છે કે પૂજાએ અનેક કૌભાંડો કર્યા છે. તેણે આ પરીક્ષા તેના પ્રયત્નો કરતા વધુ વખત આપી. આ માટે તેણે પોતાના પિતા અને માતાનું નામ પણ બદલી નાખ્યું. આટલું જ નહીં તેણે અનેક છેતરપિંડી કરી છે. તેણે નકલી ફોટોગ્રાફ, સાઇન, ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર પણ આપ્યા હતા. પૂજાના આ ફ્રોડ બાદ હવે UPSC એક્શનમાં જોવા મળી રહી છે.  

બનાવટી દસ્તાવેજો કર્યા હતા સબમિટ
પૂજા ખેડકરે UPSC પરીક્ષામાં બેસવા માટે સબમિટ કરેલું પ્રમાણપત્ર નકલી હોવાનું સાબિત થયા બાદ UPSCએ આ નિર્ણય લીધો છે. 2018 સુધી, પૂજા ખેડકર એક સામાન્ય વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતી હતી. પરંતુ 2018 પછી, તેણે પોતાનું નામ બદલ્યું, નકલી ઓળખ બનાવી અને બનાવટી વિકલાંગતા દસ્તાવેજો સબમિટ કર્યા. આ નકલી દસ્તાવેજો પ્રાપ્ત કરતી વખતે તેણે માહિતી છુપાવી હતી.

UPSCની તપાસમાં શું આવ્યુ સામે ?
તપાસમાં સામે આવ્યું છે કે પૂજાએ એક બે નહી પરંતુ અનેકવાર છેતરપિંડી આચરી છે. તેણે સામાન્ય વ્યક્તિને મળતા અટેમ્પ કરતા પણ વધારે વખત પરીક્ષા આપી છે. તેણે માતા અને પિતાનું નામ બદલ્યું. એટલુ જ નહી તેણે પોતાનો ફોટો, સાઇન, ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર પણ ફેક આપ્યા હતા.

કારણ બતાવો પાઠવી નોટિસ
UPSC એ પોલીસ સત્તાવાળાઓ સાથે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરીને અને સિવિલ સર્વિસ પરીક્ષા-2022 ના નિયમો અનુસાર ભવિષ્યની પરીક્ષાઓ માટે તેમની ઉમેદવારી રદ કરવા સહિતની અનેક કાર્યવાહી શરૂ કરી છે તેમને પસંદગીમાંથી રોકવા માટે નોટિસ આપવામાં આવી છે.

  • Follow us on: