- જે શખ્સની આંગળી કપાઈ હતી તેનું મેડિકલ કરવામાં આવ્યું
- લોહીના નમૂનાને લેબમાં મોકલાયો, રિપોર્ટ આવવાનો બાકી
- કપાયેલી આંગળીથી 100 આઈસક્રીમમાં ઈન્ફેક્શન ફેલાયું
મહારાષ્ટ્રના મુંબઈમાં 13 જૂને આઈસક્રીમમાં કપાયેલી માનવ આંગળી મળવાનો મામલો સામે આવ્યો હતો. આ કેસની પોલીસે તપાસ શરૂ કરી છે. આ દરમિયાન મલાડ પોલીસે એક અને જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું કે જે કર્મચારીની આંગળી કપાઈ હતી તેના લોહીનું સેમ્પલ લેવામાં આવ્યું છે. તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. એ જાણવા માટે કે તેને કોઈ ગંભીર બીમારી તો નથી. જો તેનું લોહી આંગળી કપાવા દરમિયાન આઈસક્રીમ પર પડયું હશે તો તો તેનાથી 100થી વધુ આઈસક્રીમ દૂષિત થઈ હશે. કર્મચારીને જો કોઈ ગંભીર બીમારી હશે તો આનાથી 100થી વધુ આઈસક્રીમ ખાનાર લોકોને પણ ખતરો થઈ શકે છે.













