• જાન્યુઆરી 2024ના ત્રીજા અઠવાડિયામાં પીએમ મોદી સ્થાપશે મૂર્તિ
  • મહારાષ્ટ્રના સીએમ 25 માર્ચ બાદ અયોધ્યા જશે
  • દાનમાં પહેલાની સરખામણીએ 3 ગણો વધારો
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને મોટી જાણકારી સામે આવી છે. પીએમ મોદી જાન્યુઆરી 2024ના ત્રીજા અઠવાડિયામાં અયોધ્યામાં નિર્માણાધીન મંદિરમાં રામ લલ્લાની મૂર્તિ તેના મૂળ સ્થાને સ્થાપશે. રામ મંદિરના નિર્માણ અને પ્રબંધન માટે સ્થાપિત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ સ્વામી દેવગિરી મહારાજે આ જાણકારી આપી હતી. તેઓએ એમ પણ કહ્યું કે મંદિરનું નિર્માણ જોરશોરથી ચાલી રહ્યું છે.

જાન્યુઆરી 2024ના ત્રીજા અઠવાડિયામાં
મહારાષ્ટ્રના થાણેમાં ડોમ્બિવલીમાં એક કાર્યક્રમ બાદ સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજે કહ્યું હતું કે જાન્યુઆરી 2024ના ત્રીજા અઠવાડિયામાં પીએમ મોદીના હાથે આ મૂર્તિને તેના સ્થાને સ્થાપવામાં આવશે.

મહારાષ્ટ્રના સીએમ 25 માર્ચ બાદ અયોધ્યા જશે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના સહાયકે કહ્યું કે મુખ્યમંત્રી આ મહિનાના અંતમાં રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર ખતમ થયા બાદ અયોધ્યા જશે. શિંદે 25 માર્ચે ખતમ થઈ રહેલા બજેટ સત્ર બાદ ભગવાન રામની પૂજા અર્ચના કરવા અયોધ્યા જશે.

લોકો દિલ ખોલીને કરી રહ્યા છે મંદિર માટે દાન
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ માટે લોકો દિલ ખોલીને દાન કરી રહ્યા છે. આ સમયે ભવ્ય રામ મંદિરના નિર્માણને માટે આપવામાં આવેલી રકમમાં પણ વધારો થઈ રહ્યો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થના એક પદાધિકારીએ કહ્યું રામ મંદિરને અપાતા દાનમાં ત્રણ ગણા વધારો થયો છે. તેઓએ કહ્યું કે રામ જન્મભૂમિ આવી રહેલા શ્રદ્ધાળુ મોટા પ્રમાણમાં દાન કરી રહ્યા છે.

દાનમાં પહેલાની સરખામણીએ 3 ગણો વધારો
શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે દાનપાત્રથી નીકળેલી કરન્સી નોટની ગણતરી અને તેને જમા કરવા માટે નક્કી કરાયેલી બેંકના અધિકારીઓએ ટ્રસ્ટને આ વાતની જાણકારી આપી છે કે રામ મંદિર નિર્માણ માટે દાનમાં પહેલા કરતા 3 ગણો વધારો થયો છે. તેઓએ કહ્યું કે એકવારમાં દાનપાત્રથી કાઢી લેવામાં આવેલી રકમની ગણતરી કરવામાં 15 દિવસ લાગે છે. ફક્ત 15 દિવસમાં જ દાનની રકમ એક કરોડની થઈ છે.  
  • Follow us on:

[[$googlead]]