- દિલ્હી સીએમને સીબીઆઇના સમન્સ પર રાજકારણ ગરમાયું
- કોઈ દોષ જોવા મળ્યો હશે એટલે જ પૂછપરછ થતી હશે: અન્ના હજારે
- લિકર સ્કેમને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને
દિલ્હી લિકર સ્કેમની તપાસ કરી રહેલ CBIએ દિલ્હી સીએમ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. દિલ્હી સીએમને 16 એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા છે. કેજરીવાલને આપવામાં આવેલ સમન્સ પર દિલ્હીની રાજનીતિ ગરમાઈ ગઈ છે ત્યારે હવે અરવિંદ કેજરીવાલના ગુરુ અન્ના હજારેએ મોટું નિવેદન આપ્યું છે. અન્ના હજારેએ નિવેદન આપતા જણાવ્યું છે કે ‘કોઈ દોષ જોવા મળ્યો રહ્યો છે એટલે જ પૂછપરછ થતી હશે. જો ભૂલ દેખાય તો સજા થવી જ જોઈએ.’
અન્ના હજારેએ આગળ કહ્યું હતું કે મે તો પહેલા પણ એક પત્રમાં લખ્યું હતું કે દારૂ અંગે કેમ વિચારો છોમ સારી વાતો નો વિચાર કરો, પૈસા માટે કઈ પણ કરવું યોગ્ય નથી. દારૂથી કોઈનું ભલું થયું હોય તેવું તો આજદિન સુધી બન્યું નથી. એટલે, CBI એ જે જોયું હશે તો જ તપાસ થઈ રહી છે જો કોઈ દોષ જણાય તો સજા મળવી જોઈએ.










