પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી મહાકુંભનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સંગમમાં જ્યાં ઋષિ-મુનિઓનો મેળાવડો હોય છે, ત્યાં મોટી સંખ્યામાં ભક્તો પણ પહોંચે છે. મહાકુંભમાં ચારેબાજુ એક અલગ જ દ્રશ્ય જોવા મળે છે, જેનું દરેક વ્યક્તિ સાક્ષી બનવા માગે છે.


મંદિરોનો છે પ્રાચીન ઈતિહાસ

જો તમે પણ કુંભ માટે પ્રયાગરાજ જવાનું વિચારી રહ્યા છો તો તમે તમારી આધ્યાત્મિક યાત્રાને વધુ શાંતિપૂર્ણ બનાવવા માટે અહીંના કેટલાક જાણીતા મંદિરોની પણ મુલાકાત લઈ શકો છો. આ મંદિરોનો પ્રાચીન ઈતિહાસ પણ છે. પ્રયાગરાજ ઘણા કારણોસર ખાસ છે. ઘણી મોટી સંસ્થાઓ હોવા ઉપરાંત, અહીં ધાર્મિક સ્થળો પણ છે. ત્રિવેણી સંગમના કારણે તીર્થરાજ તરીકે ઓળખાતું પ્રયાગરાજ આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે ચાલો જાણીએ આ મંદિરો વિશે.

આદિ શંકર વિમાન મંડપમ

જો તમે પ્રયાગરાજ જઈ રહ્યા હોય તો તમારે એકવાર આદિ શંકર વિમાન મંડપમની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. આ સ્થાનની મુલાકાત લઈને તમને ન માત્ર આધ્યાત્મિક શાંતિ મળશે પણ આ કલાકૃતિનું અનોખું ઉદાહરણ પણ છે. દેવી કામાક્ષીને સમર્પિત આ ત્રણ માળનું મંદિર જોવામાં ખૂબ જ સુંદર છે. ભગવાન શિવ અને શ્રી હરિ વિષ્ણુ પણ અહીં જોઈ શકાય છે.

મનકામેશ્વર મહાદેવ મંદિર

પ્રયાગરાજના પ્રસિદ્ધ મંદિરોની વાત કરીએ તો મનકામેશ્વર મહાદેવ મંદિર ખુબ જ જાણીતું છે. શ્રાવણ મહિના દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જામે છે. મંદિર પરિસરમાં તમે સિદ્ધેશ્વર અને શ્રણમુક્તેશ્વર શિવલિંગ જોઈ શકો છો, તેની સાથે જ અહીં ભગવાન હનુમાનની દક્ષિણમુખી પ્રતિમા પણ સ્થાપિત છે.

શ્રી વેણી માધવ મંદિર

પ્રયાગરાજમાં તમારે શ્રી વેણી માધવ મંદિરની પણ મુલાકાત અવશ્ય લેવી જોઈએ. આ મંદિર સંગમ વિસ્તારના દરગંજમાં આવેલું છે. જેમાં ભગવાન વિષ્ણુનું માધવ સ્વરૂપ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે સંગમમાં સ્નાન કર્યા પછી તમારે આ મંદિરની મુલાકાત લેવી જોઈએ.

અલોપ શંકરી મંદિર

તમે પ્રયાગરાજમાં અલોપ શંકરી મંદિરની મુલાકાત લઈ શકો છો. વાસ્તવમાં આ એક એવું મંદિર છે, જેમાં કોઈ પ્રતિમા સ્થાપિત નથી. મા આલોપશંકરીનું આ મંદિર શક્તિપીઠ માનવામાં આવે છે, જ્યાં માતાના નામ પર પારણાની પૂજા કરવામાં આવે છે. આ પારણા પર છત્ર અને શામિયાણી પણ લગાવવામાં આવી છે. આ પ્રખ્યાત મંદિરના દર્શન કરવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

  • Follow us on: