દેશમાં ફરી એકવાર હવામાન પલટાયુ છે. ગુરુવારે સવારે દિલ્હી NCR સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ઠંડી વધુ વધશે અને ગાઢ ધુમ્મસ પણ છવાશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. પંજાબ અને રાજસ્થાનની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આવો જાણીએ આગામી દિવસોમાં હવામાન વિભાગ તરફથી શું છે અપડેટ..

વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 
ભારતીય હવામાન વિભાગ IMD અનુસાર પંજાબ અને નજીકના પાકિસ્તાન પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જ્યારે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન સ્થિત છે.
તેની અસરને કારણે, મેદાની અને પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પૂર્વ રાજસ્થાનમાં આખા દિવસ માટે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડમાં વરસાદ સાથે બરફવર્ષા થશે. 17 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ વરસાદની શક્યતા છે. 18 ફેબ્રુઆરીથી એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે જે પશ્ચિમી હિમાલય ક્ષેત્રને અસર કરશે. આ કારણે નિકોબાર ટાપુઓ, તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં 19 જાન્યુઆરી સુધી વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

અહીં છવાશે ધુમ્મસ રાજ
આ ઉપરાંત યુપી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસને લઇને એલર્ટ આપવામાં આવ્યું છે. 18 જાન્યુઆરી સુધી યુપી, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે ઠંડી રહેશે.

તાપમાન વધશે
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં લઘુત્તમ તાપમાન માઈનસમાં છે. આગામી 4 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2-4°Cનો વધારો થઈ શકે છે, જ્યારે મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2°Cનો વધારો થઈ શકે છે. પૂર્વી અને પશ્ચિમ ભારતમાં તાપમાન સ્થિર રહેશે.

  • Follow us on: