દેશભરમાં હવામાનની પેટર્ન સતત બદલાતી રહે છે. કેટલીક જગ્યાએ બરફ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ ભારે ગરમીને કારણે ચેતવણી આપવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ગયા અઠવાડિયે દિલ્હીમાં વરસાદને કારણે લોકોને હળવી ઠંડીનો અનુભવ થયો હતો પરંતુ હવે ફરી એકવાર તાપમાન વધવા લાગ્યું છે. IMD મુજબ આજે દિલ્હીમાં તડકો
રહેશે. આ સાથે, આ સમય દરમિયાન ભારે પવન પણ ફૂંકાશે.

દિલ્હીમાં કેવુ રહેશે વાતાવરણ ? 
વિભાગના ડેટા અનુસાર, આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 33-35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 16-18 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું હતું કે 21 માર્ચથી 25 માર્ચ સુધી હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે અને તાપમાનમાં વધારો થશે. ૨૫ માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ પહોંચવાની આગાહી છે.

અહીં પડી શકે વરસાદ
હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં વરસાદ અંગે ચેતવણી આપી છે. રાજ્યના 29 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જોકે, 23 માર્ચ પછી વધારો થવાની ધારણા છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. વિભાગે આ અંગે યલો એલર્ટ પણ અપાયુ છે. બિહારમાં આજે અને કાલે હવામાન શુષ્ક રહેશે. આ ઉપરાંત, 22 અને 23 માર્ચે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. આ સમય દરમિયાન, IMD એ યલો એલર્ટ આપ્યું છે.

ગુજરાતમાં કેવુ રહેશે વાતાવરણ ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયું છે, જેના કારણે રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં વરસાદ, ભારે પવન અને કરા પડવાની સંભાવના છે. હવામાન વિભાગે 20 થી 23 માર્ચ દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં લૂ લાગવાની ચેતવણી જાહેર કરી છે. આ અંગે યલો એલર્ટ અપાયુ છે. વિભાગનું કહેવું છે કે આગામી 2-3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

મહારાષ્ટ્રમાં કેવુ રહેશે વાતાવરણ ? 
મહારાષ્ટ્રના મુંબઈ અને પુણે બંનેમાં તાપમાનમાં વધારો ચાલુ છે. કાશ્મીરમાં હવામાન શુષ્ક રહે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં ઘાટીના કેટલાક ઊંચા પર્વતીય વિસ્તારોમાં હળવી હિમવર્ષા અને વરસાદની શક્યતા છે. 27 માર્ચથી હવામાન બદલાશે અને બે દિવસ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.

  • Follow us on: