[[$googlead]]
દેશના વિવિધ રાજ્યોમાં ક્યાંક વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ચોમાસુ વિદાય લેવાની સ્થિતિમાં છે. જો કે ચોમાસુ અંતિમ તબક્કામાં પહોંચી ગયુ છે. એવામાં જતા જતા પણ ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દિલ્હી-એનસીઆરમાં આજે વરસાદને લઇને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે યુપીના 34 જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આવો જાણીએ દેશના કયા ભાગોમાં કેવો રહેશે વરસાદ, શું કહે છે હવામાન વિભાગ..

ઝારખંડ અને યૂપીમાં મૂશળધાર વરસશે ?
યુપીના 34 જિલ્લામાં મૂશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઝારખંડમાં તો વરસાદે તબાહી મચાવી છે. ઝારખંડના સરાઈકેલામાં ભારે વરસાદને કારણે એક ગામના 100થી વધુ ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ પાણીમાં ઘરવખરીનો તમામ સામાન પણ ડૂબી ગયો છે અને લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ઉત્તર પ્રદેશની સ્થિતિ ઝારખંડ જેવી જ છે. આજે હવામાન વિભાગે ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશના 34 જિલ્લાઓમાં મુશળધાર વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે તેજ પવનને લઈને ચેતવણી પણ આપવામાં આવી છે.

રાજસ્થાનમાં કેવી છે સ્થિતિ ?
વાત કરીએ રાજસ્થાનની તો અહીં પણ વરસાદનું વધારે જોર છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. અજમેર, જયપુર, કોટા, ભરતપુર, બુંદીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સાથે જ લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. ઉત્તરાખંડ તેમજ હિમાચલ પ્રદેશમાં વરસાદથી લોકોને રાહત મળી રહી નથી. અહીં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સિમલા, સોલન, કુલ્લુ, સિરમૌર, કાંગડા અને મંડી જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે ઘણી જગ્યાએ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન 34 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સિવાય પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી બે દિવસ સુધી ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ જોવા મળી શકે છે. આ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય હિમાચલ પ્રદેશના શિમલા, સોલન, કુલ્લુ, મંડીમાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
  • Follow us on: