International Monitory Fund એ આર્થિક પેકેજ મેળવવા માટે પાકિસ્તાન પર 11 વધુ શરતો લાદી છે. હવે બેલઆઉટ કાર્યક્રમ હેઠળ પાકિસ્તાન પર કુલ 50 શરતો છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે ચેતવણી આપી છે કે પાકિસ્તાન વધુ તણાવ કરશે તો તેની નાણાકીય સહાયના આયોજનો નબળા પડી શકે છે.
ભારતે કરેલા ઓપરેશન સિંદૂર બાદ દુશ્મન દેશ પાકિસ્તાનની આર્થિક હાલત કંગાળ બની છે. પરિણામે વૈશ્વિક સહાય માંગી રહ્યું છે. આવામાં આઈએમએફે લાદેલી 11 શરતો ઉપરાંત અન્ય 50 શરત પણ લાગુ પડે એમ છે. પાકિસ્તાન હજુ જો ભારત સાથે તણાવ ચાલુ રાખશે તો તેની આઈએમએફની આર્થિક સહાયના આયોજનો નબળા પડશે.
સપ્ટેમ્બર 2024માં મંજૂરી મળી
દેવામાં ડૂબેલા દેશ પાકિસ્તાનને આઈએમએફે પૈસા કેમ આપ્યા એ સવાલ છે. તેમ છતાં તેના બેલઆઉટ પેકેજ મુજબ 9 મેના તેની સમીક્ષા કરી અને કહ્યું કે, આ પેકેજ સપ્ટેમ્બર 2024 માં મંજૂર કરાયેલ કુલ $7 બિલિયન IMF કાર્યક્રમ - વિસ્તૃત ભંડોળ સુવિધા (EFF) નો એક ભાગ છે.
પૈસાના ઉપયોગ અંગે નિયમિત નિરીક્ષણ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, IMF એ જણાવ્યું હતું કે નિયમિત નિરીક્ષણ એ સમગ્ર પ્રક્રિયાનો એક ભાગ છે જેથી ખાતરી કરી શકાય કે સંબંધિત દેશ તે શરતોનું પાલન કરી રહ્યો છે કે નહીં. IMF કોમ્યુનિકેશન વિભાગના ડિરેક્ટર જુલી કોઝાકે સમજાવ્યું કે પૈસાનો ઉપયોગ કેવી રીતે થયો.