• સીએમ મોહન યાદવની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક
  • બેઠકમાં વિવિધ વર્ગોને લઇને લેવામાં આવ્યા મહત્વના નિર્ણય
  • લાડલી બહેનોને રાહત આપનારો કર્યો નિર્ણય

મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. એમપી સરકારે લાડલી બહેનો માટે રાહત ભર્યો નિર્ણય લીધો છે. જેના કારણે ગૃહિણીઓને મોટી રાહત મળશે. મહત્વનું છે કે આજે એમપી કેબિનેટની બેઠક મળી હતી. રાષ્ટ્રગાન ગાઇને બેઠકની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છેશું છે, જાણીએ વિગતવાર.

એલપીજી સિલિન્ડરમાં અપાશે રાહત
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં લાડલી બહેનોને 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી ઉપરની જે રકમ છે તે રાજ્ય સરકાર ભરપાઇ કરશે. તેવી જ રીતે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ આપવામાં આવશે. જેમાં મૃત્યુના કિસ્સામાં 200,000 રૂપિયા અને કાયમી અપંગતાના કિસ્સામાં 100,000 રૂપિયાનો વીમો આપવામાં આવશે.

એલોપેથી હોસ્પિટલમાં સારવારના વિકલ્પો ઉપલબ્ધ કરાશે
કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અધૂરા રહી ગયેલા રસ્તાઓ હવે રાજ્ય સરકાર બનાવશે. આ માટે 56 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના 22 જિલ્લાઓ જેવા કે અલીરાજપુર, અગર માલવા, રીવા, અનુપપુર, ગ્વાલિયર, અશોક નગર, ભિંડ, કટની, ઉમરિયા, બેતુલ, ભોપાલ, બુરહાનપુર, ખંડવા, ખરગોન, ધાર, મોરેના, સતના, શહડોલ, નિવારી, સિંગરૌલી, ઉજ્જૈન અને સાગરની એલોપેથી હોસ્પિટલમાં સારવારના તમામ વિકલ્પો ઉપલબ્ધ કરાવવા માટે આયુષ વિંગની સ્થાપના કરવામાં આવશે.

10 લાખ રૂપિયાની કરાઇ છે ચૂકવણી
મહત્વનું છે કે આ કામગીરી માટે 213 પોસ્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત છિંદવાડા જિલ્લામાં તૈનાત સહાયક સબ ઇન્સ્પેક્ટર નરેશ કુમાર શર્માને 90 લાખ રૂપિયાની વિશેષ રકમ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ પોતાની ફરજ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જેમાં 45 લાખ રૂપિયા પત્નીને અને 45 લાખ રૂપિયા માતા-પિતાને આપવામાં આવશે. મહત્વનું છે કે અગાઉ 10 લાખ રૂપિયા તેમના પરિવારને આપવામાં આવ્યા છે.

  • Follow us on: