• અયોધ્યામાં લાખો ભક્તો માટે ચલાવાય છે સીતા રસોઈ 
  • રામભક્તોને સીતા રસોઈમાં આપવામાં આવે છે પ્રસાદ 
  • 22 જાન્યુઆરીના રોજ થશે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા

શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય કાર્યક્રમ માટે અયોધ્યામાં સીતા રસોઇ ચલાવવામાં આવી રહી છે. ભગવાન શ્રી રામના દર્શન માટે આવતા ભક્તોને સીતા રસોઈમાં પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. તેમજ અયોધ્યામાં સીતા રસોઇ રામમંદિરના ભક્તોને ભોજન કરાવી રહી છે. 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે.

રામ જન્મભૂમિ પાસે આવેલી છે સીતા રસોઈ

[[$googlead]]

આ પવિત્ર સ્થાનનું નિર્માણ રામજન્મભૂમિથી વધારે દૂર નથી કરવામાં આવ્યું. હવે આ એક મંદિર પણ છે જેની અંદર ઘણી બધી જોવાલાયક વસ્તુઓ છે. આ ભૂગર્ભ રસોડું તે બે રસોડામાંથી એક છે જે દેવી સીતાનું નામ ધરાવે છે. સીતા રસોઈ સદીઓ જૂનું રસોડું માનવામાં આવે છે જેનો ઉપયોગ દેવી સીતા પોતે કરતા હતા. તે અયોધ્યાના રાજકોટમાં રામજન્મભૂમિની ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલું છે.

[[$alsoread]]

સીતા રસોઈનું ઐતિહાસિક મહત્વ

મંદિરના બીજા છેડે ભગવાન રામ, તેમના ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન અને તેમની પત્નીઓ સીતા, ઉર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિની ભવ્ય પોશાકવાળી અને અલંકૃત મૂર્તિઓ છે. દેવી સીતા, જેમને ઘણી-ઘણીવાર દેવી અન્નપૂર્ણા પણ કહેવામાં આવે છે, તેઓ ભોજનના દેવી તરીકે પણ પૂજનીય છે. આ ભાવનામાં મંદિર મફત ભોજન આપીને આ પરંપરા ચાલુ રાખે છે. સીતા રસોઈ સદીઓ જૂનું રસોડું માનવામાં આવે છે જેનો ઉપયોગ દેવી સીતા પોતે કરતા હતા.


  • Follow us on: