બિહારમાં એક એવી ઘટના બની કે,લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો,વરરાજાની કાર અન્ય કાર સાથે અથડાતા બદમાશોએ કારમાંથી ઉતરી ફાયરિંગ કર્યુ જેમાં 2 લોકોના મોત થયા છે અને 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.બિહારના ભોજપુરમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.


સારવાર દરમિયાન 2ના મોત
ગધાણી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લહરપા ગામમાં કમલેશ કુમારના ઘરે લગ્નની જાન આવી હતી અને જાન આવ્યા પછી, છોકરીના ઘરે પૂજાની વિધિ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન કેટલાક લોકો કારમાં આવ્યા હતા અને સાંકડી ગલીને કારણે, કાર વરરાજાની ગાડી સાથે અથડાઈ અને તેમાં કારનો કાચ તૂટી ગયો હતો આનાથી ગુસ્સે ભરાઈને કારમાં સવાર લોકોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો.આ ગોળીબારમાં પાંચ લોકોને ગોળી વાગી હતી. તેમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

વિસ્તારમાં ગભરાહટનો માહોલ છવાયો
અહીં ગોળીબારના સમાચાર સાંભળીને સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લગ્નની વિધી ખોરવાઈ ગઈ હતી,આ ફાયરિંગ તેજ ગામના રહેવાસી અપ્પુ કુમાર, પંકજ કુમાર, રાહુલ કુમાર, લવકુશ અને નારાયણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાલુની ગામના રહેવાસી અક્ષયને વાગી હતી.રાહુલ કુમાર અને અક્ષયનું મોત ગોળી વાગવાથી થયું છે જ્યારે બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે.

થાર કાર વરરાજાની કાર સાથે અથડાઈ હતી અને આ ઘટના બની
આ સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ આખા ગામમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે થાર કાર અને વરરાજાની કાર વચ્ચે ટક્કર થયા બાદ વિવાદ થયો હતો અને પછી ગોળીબાર થયો હતો. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગઈ. એસએચઓ રણવીર કુમારના નેતૃત્વમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જિલ્લાના એએસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પોલીસ આરોપીઓની શોધમાં લાગી ગઈ છે
પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને ગોળીબાર કરનારા લોકોની ધરપકડ કરી છે. એએસપીએ પણ પોતાના સ્તરે તપાસ કરી. દરમિયાન, જિલ્લા એસપી રાજે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને ત્રણ લોકોને ગોળી વાગી છે. આ ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ગોળીબાર કરનારાઓની ઓળખ કરવા અને તેમની ધરપકડ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
  • Follow us on: