• વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક વ્યક્તિગત પરિણામો જોવા મળ્યા

  • શિવરાજ સરકારના મંત્રી ગૌરીશંકર બિસેન પરાજિત થયાં
  • સાત વારના ધારાસભ્ય અને વિપક્ષ નેતા પણ પરાસ્ત

ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ સાથે કેટલાક આંચકાજનક વ્યક્તિગત પરિણામો પણ જોવા મળ્યા હતાં, ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ઘણા નેતા પાંચ કે તેથી વધારે ટર્મથી ધારાસભ્ય હતાં પણ આ ચૂંટણીમાં પરાજિત થયાં હતાં. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કમલનાથ સરકારમાં મંત્રી રહેલાં કેપી સિંહ પરાસ્ત થયાં છે. કૃષિ મંત્રી કમલ પટેલ પણ 870 મતથી હારી ગયાં. શિવરાજ સરકારના મંત્રી ગૌરીશંકર બિસેન પણ પરાજિત થયાં છે. પાંચ વારના ધારાસભ્યને કોંગ્રેસના અનુભા મુંજારેએ 29,195 મતથી પરાસ્ત કર્યા હતાં.

સાત વારના ધારાસભ્ય અને વિપક્ષ નેતા પણ પરાસ્ત

ભિંડ જિલ્લાના લહારમાં સાત વાર ધારાસભ્ય રહી ચૂકેલાં ગોવિંદ સિંહ પરાસ્ત થયાં હતાં. ભાજપના અંબરીશ શર્માએ તેને 12397 મતથી હરાવ્યા છે. છત્તીસગઢમાં અનેક અપસેટમાં વરિષ્ઠ નેતા રવીન્દ્ર ચૌબેનો પરાજય પણ સામેલ છે. તેમને માત્ર પાંચ ધોરણ પાસ ભાજપ ઉમેદવાર ઇશ્વર સાહુએ 5196 મતથી પરાજિત કર્યા હતાં, છ વાર ધારાસભ્ય રહી ચૂકેલા નેતાને એક મજૂરે કારમો પરાજય આપ્યો છે.


  • Follow us on: