- કથા સ્થળે 70 હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા કરાઈ હતી
- કથામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા નાસભાગ
- કેટલાક લોકોને વીજ કરંટ લાગ્યા તો કેટલાક બેભાન થયા
દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડામાં ચાલી રહેલા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં નાસભાગના સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે કથામાં ઉમટેલી ભક્તોની ભારે ભીડ બેકાબૂ બની ગઈ હતી. આ નાસભાગ દરમિયાન અનેક લોકો બેભાન થઈ ગયા હતા. જ્યારે કેટલાક લોકોને બહાર રાખેલા ખુલ્લા વાયરને કારણે વીજ કરંટ લાગ્યા હતા. સ્થિતિ એવી બની કે સ્થળ પર લોકોને મદદ કરવા માટે ઘણી એમ્બ્યુલન્સ બોલાવવી પડી.
જ્યારે 10 જેટલા લોકો ઘાયલ થયા હતા
જણાવી દઈએ કે દિલ્હીમાં હનુમંત કથા બાદ હવે ગ્રેટર નોઈડામાં બાગેશ્વર ધામ સરકાર શ્રીમદ ભગવદ ગીતા કથા કરી રહી છે. બુધવારે જ્યારે દિવ્ય દરબાર શરૂ થયો ત્યારે તેમાં ભાગ લેવા માટે ધાર્યા કરતાં વધુ લોકો આવ્યા હતા, જેના કારણે સમગ્ર ખરાબ હતી. ભક્તગણ વઘી જતા, દરબારમાં જોડાયેલા ભક્તો પરેશાન થઈ ગયા હતા. આ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી, જેમાં લગભગ 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, ઘણા લોકો ઓક્સિજનના અભાવને કારણે બેહોશ થઈ ગયા અને ત્યાં પડી ગયા હતા. બેરિકેડિંગ તોડીને પણ કેટલાક લોકો આગળ વધ્યા હતા, જોકે પોલીસે સ્થળ પર પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.










