• સીએમ ડો. મોહન યાદવે આ યોજનાને લીલી ઝંડી બતાવીને ઉદઘાટન કર્યું
  • 6 સીટર અને 8 સીટર એરક્રાફ્ટ અને ભાડુ ઓછામાં ઓછું 3,000 રુપિયા
  • આ એર ટેક્સી સેવામાં ત્રણ એરક્રાફ્ટ રહેશે, અંતર મુજબ ભાડું વધી શકે

હવે મધ્યપ્રદેશમાં ધાર્મિક પર્યટન સ્થળોની યાત્રા હેલિકોપ્ટર દ્વારા પણ કરી શકાશે. વાસ્તવમાં, મધ્યપ્રદેશ સરકારે રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે અહીં એર ટેક્સી સેવા શરૂ કરી છે. સીએમ ડો. મોહન યાદવે આ યોજનાને લીલી ઝંડી બતાવીને ઉદઘાટન કર્યું હતું. તેની તમામ માહિતી તેનાથી સંબંધિત એક એપ પર ઉપલબ્ધ છે. જ્યાંથી આ સેવાનો લાભ લઈ શકાશે.

પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી હેલિકોપ્ટર સેવા શરુ કરાઈ

મધ્યપ્રદેશના પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લઈને પ્રવાસીઓ હેલિકોપ્ટર દ્વારા રાજ્યના મુખ્ય ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવે ગુરુવારે લીલી ઝંડી બતાવીને આ યોજનાની શરૂઆત કરી હતી.

રાજ્યના મુખ્ય ધાર્મિક પ્રવાસન સ્થળોએ હવાઈ મુસાફરી

મધ્યપ્રદેશ સરકાર રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લઈ રહી છે. આ અંતર્ગત ગુરુવારે એર ટેક્સી સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવા થકી પ્રવાસીઓ રાજ્યના મુખ્ય ધાર્મિક પ્રવાસન સ્થળોએ હવાઈ મુસાફરી કરી શકશે. આ અંતર્ગત મુસાફરોને અલગ-અલગ પેકેજ આપવામાં આવશે. એટલે કે અંતર પ્રમાણે અલગ-અલગ સ્લેબમાં ભાડું નક્કી કરવામાં આવ્યું છે.

એર ટેક્સીનું ઓછામાં ઓછુ ભાડુ 3,000 રૂપિયા હોઈ શકે

હાલમાં આ યોજના ત્રણ એરક્રાફ્ટથી શરૂ થઈ છે. જેમાં 6 સીટર અને 8 સીટર એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. નવી એર ટેક્સી સર્વિસનું ભાડું ઓછામાં ઓછું ત્રણ હજાર રૂપિયા હોઈ શકે છે. અંતરના આધારે ભાડું પણ વધી શકે છે. આ માટે એમપી સરકારે ખાનગી કંપની સાથે કરાર કર્યો છે.

એર ટેક્સી સેવા વિશેની તમામ માહિતી એપ પર ઉપલબ્ધ હશે

એર ટેક્સી સેવાના પ્રથમ તબક્કામાં ભોપાલ, જબલપુર, રીવા, ખજુરાહો, ઉજ્જૈન અને પમચડી જેવા શહેરોને હવાઈ સેવા સાથે જોડવાની યોજના છે. એટલું જ નહીં એર ટેક્સી સેવા સંબંધિત તમામ સેવાઓ એપ પર ઉપલબ્ધ હશે. જેથી બહારગામથી આવતા પ્રવાસીઓને કોઈ અગવડતા ન પડે. ઉપરાંત, મુસાફરો કોઈપણ મુશ્કેલી વિના એર ટેક્સી સેવાનો આનંદ લઈ શકે છે.

  • Follow us on: