• રાજસ્થાનની 200 માંથી 199 વિધાનસભા બેઠકો પર થયું હતું મતદાન 
  • પરંપરા મુજબ રાજસ્થાનમાં દર ચૂંટણીમાં થાય છે સત્તા પરિવર્તન 
  • એક્ઝિટ પોળના આંકડા મુજબ ભાજપ કરતાં કોંગ્રેસને વધુ બેઠકો 

રાજસ્થાનમાં 25 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર છે. રાજ્યની 200 વિધાનસભા મતવિસ્તારોમાંથી 199માં 51,000થી વધુ મતદાન મથકો પર મતદાન થયું હતું. શ્રીગંગાનગર જિલ્લાના કરણપુર વિધાનસભા ક્ષેત્રની ચૂંટણી કોંગ્રેસના ઉમેદવારના મૃત્યુને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. રાજસ્થાનના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી એક પરંપરા ચાલી રહી છે. અહીં દર 5 વર્ષે સત્તા પરિવર્તન થાય છે, પરંતુ આ વખતે જનતા આ રિવાજને બદલે છે કે નહીં તે જોવું ખરેખર રસપ્રદ રહેશે.


રાજસ્થાન - 199 બેઠકો

ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના આંકડા મુજબ 

કોંગ્રેસને 86-106 બેઠકો 

ભાજપને 80-100 બેઠકો 

અન્યને 9-18 બેઠકો 


જન કી બાતના આંકડા મુજબ

કોંગ્રેસને 62-85 બેઠકો 

ભાજપને 100-122 બેઠકો 

અન્યને 14-15 બેઠકો 


પોલસ્ટ્રીટના આંકડા મુજબ

કોંગ્રેસને 90-100 બેઠકો 

ભાજપને 100-110 બેઠકો 

અન્યને 5-15 બેઠકો 


મેટ્રીઝના આંકડા મુજબ

કોંગ્રેસને 65-75 બેઠકો 

ભાજપને 115-130 બેઠકો 

અન્યને 12-19 બેઠકો 


રાજસ્થાનમાં કોની સરકાર બનશે?

ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને રાજસ્થાનમાં 86 થી 106 સીટો મળી શકે છે. જ્યારે ભાજપને 80થી 100 બેઠકો મળી શકે છે. એક્ઝિટ પોલમાં ભાજપને 41 ટકા વોટ શેર મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 42 ટકા વોટ મળવાની ધારણા છે.

મેવાડ પ્રદેશમાં કોણ આગળ અને કોણ પાછળ?

મેવાડ (વાગડ) પ્રદેશમાં કોંગ્રેસને 12 અને ભાજપને 20 બેઠકો મળવાની ધારણા છે. ગત વખતે પણ બેઠકોની સંખ્યા એટલી જ હતી. મતલબ, ગત ચૂંટણીમાં આ વિસ્તારમાંથી કોંગ્રેસને માત્ર 12 અને ભાજપને 20 બેઠકો મળી હતી.

ઢૂંઢાડ - જયપુર વિસ્તારમાં કોંગ્રેસને લીડ

રાજસ્થાનના ઢૂંઢાડ-જયપુરમાં કોંગ્રેસને 45 ટકા અને ભાજપને 42 ટકા વોટ મળી શકે છે. અહીં કોંગ્રેસને 26 અને ભાજપને 17 બેઠકો મળવાની ધારણા છે. છેલ્લી ચૂંટણીમાં આ પ્રદેશમાં કોંગ્રેસને 25 બેઠકો મળી હતી, એટલે કે કોંગ્રેસને એક બેઠક પર લીડ મળી હતી, જ્યારે ભાજપને ગત વખતે 12 બેઠકો મળી હતી. આ વખતે ભાજપ 5 સીટો પર આગળ જોવા મળી રહ્યું છે.


  • Follow us on: