- બિહારના સીતામઢી જિલ્લામાં ડીજેનો જોરદાર અવાજ વરરાજાના મોતનું કારણ બન્યો
- આ ઘટનાથી વર-કન્યાના પરિવારમાં શોકનો માહોલ
- વર બેચેન થઈ ગયો, હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામ્યો
બિહારના સીતામઢી જિલ્લામાં ડીજેનો જોરદાર અવાજ વરરાજાના મોતનું કારણ બન્યો. તેને બેચેની થવા લાગી અને પછી તે બેહોશ થઈ ગયો. જ્યાં સુધી વરરાજાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં સુધી તેનું મોત થયુ. આ ઘટનાથી વર-કન્યાના પરિવારમાં શોકનો માહોલ છે. કહેવામાં આવ્યું કે અહીં ડીજે પર પ્રતિબંધ છે. તેમ છતાં મોટા અવાજમાં ડીજે વગાડવામાં આવી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, બુધવારે રાત્રે ઈન્દરવા ગામની રહેવાસી યુવતીના લગ્ન પરિહાર બ્લોકના ધનહા પંચાયતના મનિથર વોર્ડ નંબર 9ના સુરેન્દ્ર કુમાર પુત્ર સ્વ. ગુદર રાયનો હતો. વરઘોડો ધામધુમથી નિકળ્યો હતો સ્વાગત કર્યા બાદ વર-કન્યા સ્ટેજ પર હાજર હતા. સામે જાનૈયાઓ બેઠા હતા અને મોટા અવાજમાં ડીજે પર ગીતો વાગી રહ્યા હતા.
આરતી કરી અને હાર પહેરાવ્યો
સ્ટેજ પર આવેલી કન્યાએ વરરાજાની આરતી ઉતારી હતી. પછી વર અને કન્યા એકબીજાને માળા પહેરાવે છે. આ પછી ફોટો સેશન શરૂ થયું. ફોટો સેશન લાંબો સમય ચાલ્યું. આ દરમિયાન મોટા અવાજમાં ડીજે પણ વાગી રહ્યો હતો.
વર બેચેન થઈ ગયો, હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામ્યો
ડીજેના જોરદાર અવાજથી વરરાજા સુરેન્દ્રને મુશ્કેલી પડી રહી હતી. તે બંધ કરવા વારંવાર કહી રહ્યો હતો. આ દરમિયાન તેને બેચેની થવા લાગી અને થોડા સમય બાદ સુરેન્દ્ર અચાનક બેહોશ થઈ ગયો. પહેલા લોકોએ સુરેન્દ્રને જગાડવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુ, જ્યારે તે ભાનમાં ન આવ્યો, ત્યારે તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
રસ્તામાં જ વરરાજાનું મોત થયું હતું
જ્યારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે સુરેન્દ્ર બેભાન હતો. અહીં તપાસ કર્યા બાદ ડોક્ટરોએ તેમને સીતામઢી રેફર કરી દીધા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા સુરેન્દ્રનું મોત નીપજ્યું હતું. સુરેન્દ્રના મોતની જાણ થતાં જ બંને પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જે યુવતી સાથે સુરેન્દ્રના લગ્ન થવાના હતા તેનું ઘર તે વસવાટ કરે તે પહેલા જ બરબાદ થઈ ગયું હતું. સાથે જ આ સમાચાર બાદ સુરેન્દ્રના ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. લોકો કહે છે કે બધું બરાબર હતું. અચાનક તેને બેચેની થવા લાગી અને પછી તેનું મોત થઈ ગયું.
લખનૌમાં દુલ્હનને હાર્ટ એટેક આવ્યો હતો
ઉત્તર પ્રદેશના લખનૌના મલિહાબાદ વિસ્તારના ભડવાના ગામમાં શિવાની નામની યુવતીનું સ્ટેજ પર જ મોત થયું હતું. શિવાનીએ વરરાજાને માળા પહેરાવી. સ્ટેજ પર જ ઢળી પડી એવું કહેવામાં આવ્યું હતું કે શિવાનીને હાર્ટ એટેક આવ્યો હતો.