• 60 કિલો સોનું, 10 કિલો ચાંદી અને 1500 કિલો તાંબુ ચડાવાયું .

  • 13 ડિસેમ્બરે શ્રીકાશી વિશ્વનાથ ધામના લોકાર્પણની પહેલી વર્ષગાંઠ છે
  • શ્રાદ્ધાળુઓએ 50 કરોડ કરતાં વધારે રોકડ રકમનું દાન કર્યુ, 40 ટકા ઓનલાઇન ચૂકવાઈ

શ્રીકાશી વિશ્વનાથ ધામે પોતાના પહેલા જ વર્ષમાં ચડાવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મંગળવારે 13 ડિસેમ્બરે શ્રીકાશી વિશ્વનાથ ધામના લોકાર્પણની પહેલી વર્ષગાંઠ છે. મંદિર તંત્ર તરફથી આ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં દેશ-દુનિયાથી કાશી-વિશ્વનાથ મંદિરના દર્શન માટે આવેલા શિવભક્તોએ દિલ ખોલીને બાબાના ધામમાં રોકડ, સોના, ચાંદી અને અન્ય ધાતુઓની ભેટ ચડાવી છે. મંદિર તંત્રના અંદાજ અનુસાર ચડાવાનું મૂલ્ય 100 કરોડ કરતા પણ વધારે છે. મંદિરના મુખ્ય કાર્યપાલક અધિકારી સુનીલ કુમાર વર્માના અનુસાર ધામના લોકાર્પણથી હજુ સુધીમાં શ્રાદ્ધાળુઓ દ્વારા લગભગ 50 કરોડથી વધારેની રોકડ દાન કરાઇ છે. તેમાં 40 ટકા રકમ ઓનલાઇન સુવિધાથી પ્રાપ્ત થઇ છે. જ્યારે ભક્તોએ 50 કરોડથી વધારેની મૂલ્યવાન ધાતુ (60 કિલો સોનું, 10 કિલો ચાંદી અને 1500 કિલો તાંબું) પણ ભેટ ચડાવ્યું છે.

7.35 કરોડથી વધુ શ્રાદ્ધાળુઓએ કર્યા દર્શન

મંદિર અધિકારી વર્માએ કહ્યું હતું કે ગયા વર્ષે ડિસેમ્બરમાં કાશી-વિશ્વનાથ ધામ કોરિડોરનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારથી આજ સુધીમાં 7.35 કરોડ કરતા વધારે શ્રાદ્ધાળુઓએ ભગવાન કાશી-વિશ્વનાથના દર્શન કર્યા છે. ઉલ્લેખનીય છે કે કાશી-વિશ્વનાથ ધામ કેમ્પસમાં પ્રવેશ માટેના ચારેય દ્વાર પર હેન્ડ સ્કેનિંગ મશીન લગાવાયા છે અને આ હેન્ડ સ્કેનિંગ મશીન દ્વારા નિયમિત અંતરાલ પર શ્રાદ્ધાળુઓની સંખ્યાની ગણતરી કરવામાં આવતી રહે છે.


  • Follow us on: