- PM મોદીએ પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર કર્યા પ્રહાર
- 2011થી તૃણમૂલ કોંગ્રેસે પોતાની વોટ બેંક માટે OBC પ્રમાણપત્રો આપ્યા: PM
- મમતા સરકારની વોટ બેંકની રાજનીતિએ હદ વટાવી: PM
PM મોદીએ પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર અને 2010 બાદ તમામ OBC પ્રમાણપત્રોને રદ કરવાના કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને લઈને INDIA ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. દિલ્હીના દ્વારકામાં એક ચૂંટણી રેલીમાં PM મોદીએ દાવો કર્યો હતો કે 2011થી રાજ્યમાં સત્તામાં રહેલી તૃણમૂલ કોંગ્રેસે પોતાની વોટ બેંક માટે મુસ્લિમોને OBC પ્રમાણપત્રો આપ્યા છે.
PM મોદીએ પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર કર્યા પ્રહાર
OBC પ્રમાણપત્ર રદ મામલે PM મોદીએ કહ્યું કે, કલકત્તા હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે 2010 પછી જારી કરાયેલા તમામ OBC પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. આ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે પશ્ચિમ બંગાળ સરકારે બિનજરૂરી રીતે મુસ્લિમ વોટ બેંક માટે મુસ્લિમોને OBC પ્રમાણપત્રો આપ્યા હતા. આ વોટ બેંકની રાજનીતિ, આ તુષ્ટિકરણની રાજનીતિ દરેક હદ વટાવી રહી છે.
આ લોકોએ બાટલા હાઉસ એન્કાઉન્ટર પર આંસુ વહાવ્યા
PM મોદીએ કહ્યું કે, આજે પશ્ચિમ બંગાળ હાઈકોર્ટે INDIA ગઠબંધનને જોરદાર લપડાક આપી છે. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને ઓબીસી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. ખાન માર્કેટની આ ગેંગ દેશના 15% સંસાધનો મુસ્લિમોને આપવા માંગે છે. આ એ લોકો છે જેમણે બાટલા હાઉસ એન્કાઉન્ટર પર આંસુ વહાવ્યા હતા.
PM મોદીએ વિપક્ષ પર વોટના બદલામાં સરકારી જમીનો વકફ બોર્ડને સોંપવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આ લોકો સતત સરકારી જમીનો વક્ફ બોર્ડને આપી રહ્યા છે અને તેના બદલામાં વોટ માંગી રહ્યા છે. આ લોકો દેશના બજેટનો 15% લઘુમતીઓ માટે અનામત રાખવા માંગે છે. તેઓ ધર્મના આધારે બેંકો અને સરકારી ટેન્ડરોમાંથી લોન પણ આપવા માંગે છે. આ લોકો પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે CAAનો વિરોધ કરી રહ્યા છે.