• 1 ઓક્ટોબરથી જે મ્યુચ્યુઅલ ફંડ ખાતામાં નોમિની નહીં હોય તેના ડેબિટ ફ્રીઝ થશે

  • નિયમ મુજબ જન્મ અને મૃત્યુ નોંધણી કરાવવી ફરજિયાત
  • નાની બચત યોજનામાં રોકાણ કરવા માટે આધાર અને પેન નંબર અનિવાર્ય

ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે આપણે નવા ત્રિમાસમાં પ્રવેશ કર્યો છે. નવા ત્રિમાસની શરૂઆત સાથે 1 ઓક્ટોબર 2023 થી અનેક નવા નિયમો અમલી થયા છે. તે તમામ નિયમ આપણ સૌને પ્રભાવિત કરશે. મ્યુચુઅલ ફંડમાં નોમિની દાખલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 હતી. તેથી 1 ઓક્ટોબરથી જે ખાતામાં નોમિની નહીં હોય તેના ડેબિટ ફ્રીઝ કરવામાં આવશે. ક્રેડિટ કાર્ડ પર 7 લાખ રૂપિયાથી વધુ વિદેશી ખર્ચ કરવામાં આવતાં 1 ઓક્ટોબરથી 20 ટકા ટીસીએસ લાગશે. જોકે શૈક્ષણિક કે તબીબી સારવાર હેતુસર આ પ્રકારે ખર્ચ થશે તો પાંચ ટકા ટીસીએસ જ લાગશે. વિદેશોમાં શિક્ષણ માટે ધિરાણના કિસ્સામાં સાત લાખની મર્યાદાથી ઉપર ધિરાણ મેળવવામાં આવશે તો 0.5 ટકા ટીસીએસ લાગશે.

પેન-આધાર ફરજિયાત

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), સુકન્યા સમૃદ્ધિ યોજના (એસએસવાય),પોસ્ટ ઓફિસ ડિપોઝિટ અને અન્ય નાની બચત યોજનાઓના રોકાણકારોને સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં પોસ્ટ ઓફિસ કે બેન્કમાં પોતાનો આધારનંબર અને પેન નંબર જમા કરાવવાનો હતો. આમ ના કરનારના નાની બચતમાં કરેલા રોકાણો ફ્રીઝ થઇ શકે છે. નાની બચત યોજનામાં રોકાણ કરવા માટે આધાર અને પેન નંબર અનિવાર્ય છે.

ડીમેટ ખાતામાં નોમિનેશન

ડીમેટ એકઉન્ટમાં નોમિની સામેલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 હતી. જે લોકોએ હજી સુધી ડીમેટ ખાતામાં નોમિનીનું નામ સામેલ નહીં કર્યું હોય તેમને 1 ઓક્ટોબરથી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

જન્મ પ્રમાણપત્ર જરૂરી

1 ઓક્ટોબરથી અનેક બાબતો પ્રમાણિત કરવા જન્મ પ્રમાણપત્ર જરૂરી બની રહેશે. નવા નિયમો મુજબ જન્મ અને મૃત્યુ નોંધણી ફરજિયાત કરી દેવામાં આવી છે. 1 ઓક્ટોબરથી જન્મ અને મૃત્યુ (સુધારા) અધિનિયમ, 2023 અમલી બની ચૂક્યો છે. તે નિયમ મુજબ જન્મ અને મૃત્યુ નોંધણી કરાવવી ફરજિયાત છે. શાળામાં પ્રવેશ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાન યાદીમાં નોંધણી, લગ્ન નોંધણી, પાસપોર્ટ કે આધારમાં જન્મનો દાખલો જરૂરી રહેશે.


  • Follow us on: