- પીએમ મોદી મળ્યા બિલ ગેટ્સને
- વોકલ ફોર લોકલ ગિફ્ટ હેમ્પર આપ્યુ ભેટમાં
- શાલ, મોદી સહિત વિવિધ વસ્તુઓની આપી ભેટ
પીએમ નરેન્દ્ર મોદી આત્મ નિર્ભર ભારત બનાવવા માટે વોકલ ફોર લોકલ અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે જ્યારે પણ વિદેશી મહેમાન આવે છે ત્યારે દેશના કોઇ જિલ્લામાં બનેલા સામાનની ભેટ આપે છે. ત્યારે બિલ ગેટ્સ પણ ભારતના મહેમાન બન્યા હતા ત્યારે પીએમ મોદીએ તેમને શું ભેટ આપી તે વિશે વાત કરીએ.
વોકલ ફોર લોકલ ગિફ્ટ હેમ્પર આપ્યું
પીએમ નરેન્દ્ર મોદીએ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બંને વચ્ચેની આ બેઠકમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી લઈને ડિજિટલ પેમેન્ટ સુધીના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વાતચીત બાદ ગેટ્સે પીએમ મોદીને ન્યુટ્રિશનલ સંબંધિત કેટલીક પુસ્તકો ભેટમાં આપી. આ સાથે જ પીએમ મોદીએ 'વોકલ ફોર લોકલ' ગિફ્ટ હેમ્પર આપ્યું હતું.
અમે પોષણ પર પ્રગતિ કરી રહ્યા છીએ: ગેટ્સ
બિલ ગેટ્સે પીએમ મોદીને પુસ્તકો ભેટ આપતાં કહ્યું, 'આ પોષણ સાથે સંબંધિત કેટલીક પુસ્તકો છે. 'આપણે આખરે પોષણ પર પ્રગતિ કરી રહ્યા છીએ.' આ અંગે PM મોદીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
તમિલનાડુના ખાસ મોતી આપ્યા
તો સામે પીએમ મોદીએ 'વોકલ ફોર લોકલ' ગિફ્ટ હેમ્પર આપ્યું હતું. તેમાં મોતીઓનું એક બોક્સ હતું, જેને મોદીએ તમિલનાડુના થૂથુકુડીમાં બનાવેલા મોતી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તુતીકોરિન અથવા થૂથુકુડીને તમિલનાડુના પર્લ સિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંના માછીમારો આ વિસ્તારમાં ઘણું કામ કરે છે.
ટેરાકોટા પ્રતિમા
ટેરાકોટાની મૂર્તિ આપતાં પીએમએ કહ્યું કે આ ભારતની બહુ જૂની પરંપરા છે, પરંતુ તે તમિલનાડુની કળા છે. આને ત્યાંના મંદિરો અને ઘરોમાં રાખવામાં આવે છે. તેઓ પૂજા માટે પણ આવી જ ખાસ વસ્તુઓ બનાવે છે.
પશ્મિના શૉલ પણ ભેટમાં આપી
આ ઉપરાંત પીએમ મોદીએ બિલ ગેટ્સને પશ્મિના શૉલ પણ ભેટમાં આપી. પીએમએ કહ્યું કે તે આપણા દેશમાં ખૂબ પ્રખ્યાત છે. તેને કાશ્મીરથી લાવવામાં આવી છે. આ સિવાય પીએમ મોદીએ તેમને દાર્જિલિંગનું કેસર અને નીલગીરી ચા પણ ભેટમાં આપી હતી.
જિલ્લાના લોકોએ ગર્વની લાગણી અનુભવી
પીએમ મોદીએ કહ્યું કે તેઓ વોકલ ફોર લોકલ એન્ડ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ દેશમાં બનેલી વસ્તુઓને પ્રમોટ કરવા માંગે છે. તેથી જ્યારે પણ કોઈ મહેમાન આવે છે, ત્યારે અમે તેને ભારતના અમુક જિલ્લામાંથી સામાન ભેટ આપીએ છીએ. જેનાથી જિલ્લાના લોકો ગર્વ અનુભવે છે.









