• આગરામાં આવક વિભાગ એક્શનમાં
  • ચંપલના મોટા વેપારીઓને ત્યાં દરોડા
  • 40 કરોડ રોકડ મળ્યા હોવાની મળી જાણકારી

એક તરફ ઇડી દ્વારા રેડ પાડવામાં આવી રહી છે તો બીજી તરફ આવકવેરા વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આગરામાં આવકવેરા વિભાગે એક ચંપલના વેપારીને ત્યાંથી 40 કરોડ રૂપિયા મેળવ્યા હોવાની જાણકારી મળી છે.

આગ્રામાં ઇન્કમટેક્સ વિભાગની તપાસ

આવકવેરા વિભાગે આગરાના 3 મોટા ચંપલના વેપારીઓની તપાસ કરી હતી.જેમાંથી અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયા કેશ મળી આવ્યા છે. એમજી રોડના બીકે શૂઝ, ધાકરાનના મંશુ ફૂટેવર અને હીંગની મંડીની હરમિલાપ ટ્રેડર્સ પર એક સાથે કાર્યવાહી કરી છે. એટલી મોટી માત્રામાં કેશ મળી છે કે બેંકોમાંથી નોટ ગણવાની મશીન મંગાવી છે. રાત સુધી નોટોનો ગણતરી ચાલુ રહી હતી.

40 કરોડની બિનહિસાબી રોકડ

મળતી માહિતી મુજબ આખો રૂમ 500-500ની નોટોના બંડલોથી ભરાઈ ગયો છે. અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાની ગણતરી થઈ ગઈ છે, જેનો કોઈ હિસાબ નથી. બાકીની રકમની ગણતરી ચાલી રહી છે.આટલી મોટી માત્રામાં રોકડ મળી આવતા અધિકારીઓનો પરસેવો છૂટી ગયો હતો. નોટો ગણવાના મશીનો પણ ગણતરી કરી કરીને ગરમ થઇ ગઇ.  માહિતી અનુસાર, આવકવેરા વિભાગને કર છેતરપિંડી અને અપ્રમાણસર સંપત્તિ હોવાની શંકા છે. ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગના ચંપલના વેપારીઓ આવકવેરાની ચોરી કરી રહ્યા હોવાના સમાચાર મળતા 18મેના રોજ બપોરે આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડીને કામગીરી શરૂ કરી હતી. 

6 સ્થળોએ કરવામાં આવી કાર્યવાહી

ઇન્કમ ટેક્સ ચોરીની માહિતી પર આવકવેરા વિભાગની તપાસ શાખાએ આગ્રા, લખનૌ અને કાનપુરના તેના કર્મચારીઓ સાથે આ વેપારીઓના છ સ્થળોએ કાર્યવાહી કરી હતી. જેમાં બીકે શૂઝના એમજી રોડ સ્થિત પ્રતિષ્ઠાન અને સૂર્ય નગર સ્થિત ઘરની તપાસ કરવામાં આવી. જેમાં ચંપલની ટ્રેડિંગ કરી રહેલા મંશુ ફૂટવિયર અને બીકે શૂઝના માલિક સબંધી છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોમાં બજારમાં મોટુ નામ કમાયા છે. હરમિલાપ ટ્રેડર્સનું શૂ મટીરીયલનું કામ છે.

રોકાણ અને સોનાની ખરીદી અંગેની માહિતી મળી

ઇન્વેસ્ટિગેશન વિંગની 12થી વધુ ટીમોએ કાર્યવાહી કરી હતી. વેપારીઓ પાસેથી મોટી સંખ્યામાં જમીનમાં જંગી રકમનું રોકાણ અને સોનાની ખરીદીની માહિતી મળી છે.. ઇનર રીંગ રોડ પાસે ઉદ્યોગપતિઓએ જંગી રોકાણ કર્યું છે. તેમની પાસેથી લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને ડેટા પણ લેવામાં આવ્યો છે. રસીદો અને બિલો સાથે સ્ટોક રજિસ્ટરની તપાસમાં ઘણી ચોંકાવનારી માહિતી મળી છે. એક સંસ્થાના ઓપરેટરે તેનો આઇફોન અનલોક કર્યો ન હતો. વ્યવહારના ઘણા રહસ્યો તેમાં છુપાયેલા છે.


  • Follow us on: