- આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
- ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થનાઓ શરુ
- મહાકાલેશ્વર મંદિરમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી
આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થશે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. ભારત અને પાકિસ્તાનના મેચને લઈને દરેક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થનાઓ શરુ
ભારત અને પાકિસ્તાનની મેચ લઈને ફેન્સમાં એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. તે સાથે જ ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થનાઓનો દોર પણ શરુ થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાની જીત માટે શ્રી મહાકાલેશ્વર મંદિરમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી છે. તેમજ વિશ્વ કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મહાકાલ મંદિરમાં વિશેષ પૂજા અને અભિષેક કરવામાં આવ્યો હતો.
મહાકાલેશ્વર મંદિરમાં વિશેષ પૂજા કરાઈ
તે સાથે જ પાંડે પૂજારીએ વિશેષ મંત્ર જાપ કરીને ભારતની જીતની શુભેચ્છા પાઠવી હતી. ક્રિકેટ વર્લ્ડ કપ અંતર્ગત આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આવી સ્થિતિમાં પૂજાનો દોર અને ભારતની જીત માટે દેશભરમાં પ્રાર્થનાઓ ચાલી રહી છે. આવું જ દ્રશ્ય ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં જોવા મળ્યું. અહીં ગર્ભગૃહમાં, મંદિરના પંડિત પૂજારીએ વિશેષ પૂજા અને અભિષેક કર્યો હતો અને પાઠ કરતા ભારતની જીત માટે પ્રાર્થના કરી છે.
ગીલ રમશે તો કોણ જશે બહાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 2 વાગ્યે શરુ થવાની છે. મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હશે તેના પર સૌની નજર છે. ભારતીય પ્લેઈંગ કોમ્બિનેશનમાં સૌથી મોટો સવાલ એ છે કે શુભમન ગિલ રમશે કે નહીં? અત્યાર સુધીના તમામ રિપોર્ટ્સ અને વાતાવરણને જોતા એવું લાગે છે કે શુભમન ગિલનું રમવાનું લગભગ નક્કી છે અને ઇશાન કિશન કે શ્રેયસ અય્યરને બહાર બેસવું પડી શકે છે.









