• સાઉથ આફ્રિકા સામે રમાનારી મલ્ટી ફોર્મેટ શ્રેણી
  • ભારતીય મહિલા ટીમની જાહેરાત
  • પ્રિયા પુનિયાની ODI ટીમમાં વાપસી

સાઉથ આફ્રિકા સામે રમાનારી મલ્ટી-ફોર્મેટ શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમિમા રોડ્રિગ્ઝ અને પૂજા વસ્ત્રાકરની ઉપલબ્ધતા ફિટનેસ પર નિર્ભર છે, જ્યારે ટોપ-ઓર્ડર બેટ્સમેન પ્રિયા પુનિયાની ODI ટીમમાં વાપસી થઇ છે.

કોની થઇ પસંદગી ?

મહિલા પસંદગી સમિતિએ હરમનક્રિત કૌરના નેતૃત્વમાં ટીમની જાહેરાત કરી છે. જ્યારે સ્મૃતિ મંધાના દક્ષિણ આફ્રિકા સામેની ટીમની ઉપ-કેપ્ટન હશે. પ્રિયાએ છેલ્લે ગત વર્ષે જુલાઈમાં બાંગ્લાદેશ સામે વનડે રમી હતી. પ્રિયા પણ ટેસ્ટ ટીમનો ભાગ હશે. લેફ્ટ આર્મ સ્પિનર ​​સૈકા ઈશાકને પણ ટીમમાં જગ્યા મળી છે. ભારતીય મહિલા ટીમ લગભગ એક દાયકા પછી મલ્ટી ફોર્મેટ શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમની યજમાની કરશે. બંને ટીમો વચ્ચે સિરીઝ 16 જૂનથી 9 જુલાઈ વચ્ચે રમાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમાશે.

આ પ્રમાણે છે મહિલા ટીમ

ODI ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્ઝ, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), દયાલન હેમલતા, રાધા યાદવ, આશા શોભના, શ્રેયંકા પાટિલ, સૈકા ઈશાક, પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતી રેડ્ડી, પ્રિયા પુનિયા.

ટેસ્ટ ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શફાલી વર્મા, શુભા સતીશ, જેમિમાહ રોડ્રિગ્ઝ, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, સાયકા ઈશાક, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, મેઘના સિંહ, પ્રિયા પુનિયા.

T20 ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શફાલી વર્મા, દયાલન હેમલતા, ઉમા છેત્રી (વિકેટકીપર), રિચા ઘોષ (વિકેટકીપર), જેમિમાહ રોડ્રિગ્ઝ, સજના સજીવન, દીપ્તિ શર્મા, શ્રેયંકા પાટિલ, યામાવ પટેલ, રાધા. અમનજોત કૌર, આશા શોભના, પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતી રેડ્ડી.

સ્ટેન્ડબાય: સૈકા ઇશાક.


  • Follow us on: