Independence Day 2025 :સ્વતંત્રતા દિવસ પર આપણે માત્ર આધુનિક ભારતના સ્વતંત્રતા સંગ્રામની કહાનીઓને યાદ કરીએ છે. પરંતુ આઝાદીની ગાથાઓ આપણા ધર્મગ્રંથોમાં પણ લખાયેલી છે. એવી જ એક અદ્દભુત કથા છે શ્રીકૃષ્ણની, જેમણે ન માત્ર અન્યાય વિરુદ્ધ યુદ્ધ લડ્યું, પરંતુ 16,100 સ્ત્રીઓને બંધનમાંથી મુક્ત કરીને સન્માનજનક જીવન આપ્યું.આ પ્રસંગ માત્ર સાહસ અને ધર્મનુ પ્રતીક છે. પરંતુ એ પણ દર્શાવે છે કે સાચી સ્વતંત્રતા સામાજીક સ્વીકૃતિ અને સન્માન સાથે પૂરી થાય છે.

આ સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમી પર કૃષ્ણની આ વાત આપણે યાદ અપાવે છે કે આઝાદી માત્ર બંધન તોડવાનું નામ નથી, પરંતુ એવું વાતાવરણ બનાવવાનું નામ છે. જ્યાં સન્માન, સુરક્ષા અને ગરિમા કાયમ રહે. પછી એ 16,100 સ્ત્રીઓની મુક્તિ હોય કે એક રાષ્ટ્રની આઝાદી, મૂળ ભાવના એક જ છે કે અન્યાય સામે નમવું નહીં.

16,100 સ્ત્રીઓની આઝાદીની કહાની નરકાસુરનો આતંક અને કેદ
ભાગવત પુરાણ અનુસાર, નરકાસુર નામના રાક્ષસે અત્યાચારની બધી જ હદ ઓળંગી નાખી હતી. તેણે ન માત્ર દેવતાઓને પરાજય આપ્યો, પણ પૃથ્વી અને પાતાળ સુધી આતંક ફેલાવ્યો. તેની સૌથી ક્રૂર હરકત હતી — 16,100 સ્ત્રીઓને બળજબરીથી અપહરણ કરીને પોતાના મહેલમાં કેદ કરવી. આ કેદ ફક્ત દિવાલોની નહોતી, પરંતુ તેમના સન્માન અને આત્મગૌરવની પણ જંઝીર હતી.

કૃષ્ણનું મુક્તિ અભિયાન
નરકાસુરના અત્યાચારની ખબર ભગવાન કૃષ્ણ સુધી પહોંચી. તેમણે પોતાની પત્ની સત્યભામાની સાથે પૌરાણિક મુક્તિ યાત્રા શરૂ કરી. યુદ્ધમાં કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો અને તેમણે દરેક સ્ત્રીઓને તેની કેદમાંથી મુક્તિ અપાવી. અહિંયા ખાસ વાતતો એ છે કે શ્રીકૃષ્ણએ તેમને માત્ર આઝાદી જ ન આપી, પરંતુ સામાજિક સન્માન પણ અપાયુ. એ સમયે સામાજિક કલંકથી બચવા માટે તેમણે દરેક સાથે લગ્ન કરી લીધા. જેથી કોઇને એમ કહેવાનો અવસર ન મળે કે તે અપમાનિત થઇ હતી.આ હતી આઝાદી સાથે ગરિમાની સાચી વ્યાખ્યા

જન્માષ્ટમી અને સ્વતંત્રતા પર્વનો સંદેશ
જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણના અવતરણનો દિવસ, હંમેશા અન્યાય અને અધર્મના અંતનું પ્રતિક રહ્યો છે. 1947માં જે રીતે ભારતે અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ મેળવી હતી, તેવી જ રીતે નરકાસુર વધની ઘટના બતાવે છે કે અન્યાય સામે એકતા અને હિંમતથી ઊભા રહેવું જ સાચી આઝાદી છે.

આજના સમયમાં મળતી શીખ
અન્યાય સામે ઊભા રહીને લડવું જેમ કૃષ્ણે નરકાસુર સામે નિર્ણાયક પગલું ભર્યું.
માત્ર આઝાદી જ નહીં, પરંતુ સન્માન પણ જરૂરી છે
જ્યારે સત્ય, સાહસ અને દયા એકસાથે આવે છે, ત્યારે સૌથી મોટો અત્યાચાર પણ પરાજિત થાય છે.