આજે દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સતત 12મી વખત લાલ કિલ્લા પરથી ત્રિરંગો કરકાવ્યો. સ્વતંત્રા પર્વ પર દેશને સંબોધન કરતા પીએમ મોદીએ નયા ભારતનો સંકલ્પ આપ્યો. વધુમાં તેમણે કહ્યું કે આત્મનિર્ભરતા થકી જ વિકાસ શક્ય થશે. વિદેશી સપ્લાયર્સ પર નિર્ભરતા ઘટાડવા દેશવાસીઓની મહેનતથી બનેલ ઉત્પાદન ખરીદવાની અપીલ કરી.


ભારતની શક્તિ એ આત્મનિર્ભરતા

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું ભારતની શક્તિ એ આત્મનિર્ભરતા છે. આપણે ફક્ત એવી વસ્તુઓની ખરીદી કરવી જોઈએ અને ઉપયોગ કરવો જોઈએ જે ભારતના નાગરિકો દ્વારા બનાવવામાં આવી હોય. દેશના નાગરિકોના પરસેવાથી બનેલી વસ્તુમાં ભારતીય માટીની સુગંધ ભળેલી હોય છે. અને આ જ વસ્તુ ભારતના આર્થિક વિકાસમાં પ્રાણ ફૂંકશે.

બીજા પર નિર્ભરતા ઘટાડવાની અપીલ

હું વેપારીઓ અને સ્પલાયર્સને પણ અપીલ કરું છે કે દેશના વિકાસમાં બધા સાથે મળીને સહયોગ કરે. આપણે સ્વદેશીનો ઉપયોગ મજબૂરીથી નહીં પણ શક્તિથી કરીશું. આ આપણો મંત્ર હોવો જોઈએ.  રાષ્ટ્રની સુરક્ષા વધુ મજબૂત ત્યારે જ થાય જયારે મિસાઈલ હોય કે જહાજના યુદ્ધ શસ્ત્રથી લઈને તેમાં ઉપયોગમાં લેવાતા નાના સાધનોમાં સુધી તમામ વસ્તુઓ ભારતમાં બનેલી હોય. જ્યાં સુધી આપણે નાનામાં નાની વસ્તુ માટે બીજા પર નિર્ભર રહીશું ત્યાં સુધી સુરક્ષામાં ચૂક રહેશે. ભારતના જેટ ફાઈટરના એન્જિન પણ દેશમાં જ બનવા જોઈએ.

આવનારો સમય ભારતનો જ છે

વધુમાં તેમણે કહ્યું કે આજે ડેટાનો યુગ છે. આ યુગમાં આઈટી સેક્ટર વધુ મહત્વનું બને છે. એટલે ડેટા સંબંધિત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુધીની દરેક વસ્તુ આપણી પોતાની હોવી જોઈએ. આપણે પર્યાવરણ બચાવવા  EV યુગની શરૂઆત કરવી જોઈએ.  EV બેટરી વગર દેશમાં તેનો વધુ વ્યાપ શક્ય નથી. અને એટલે જ મને દેશના યુવાનોની ક્ષમતામાં વિશ્વાસ છે. આપણું યુવાધન આગામી સમયમાં ભારતને નવી ઊંચાઈ પર લઈ જશે. મને વિશ્વાસ છે કે  આવનારો સમય ભારતનો જ છે.

  • Follow us on: