- પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કર્યુ સંબોધન
- મહિલાઓ પર અત્યાચાર મામલે પીએમ મોદીએ કર્યા પ્રહાર
- કહ્યુ, લોકોમાં ગુસ્સો છે, રાક્ષસી કૃત્ય કરનારને સજા મળવી જોઇએ
પીએમ મોદીએ આજે લાલ કિલ્લા પર તિરંગો લહેરાવીને રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે વિવિધ મુદ્દે તેમણે સંબોધન કર્યુ હતું. ખાસ કરીને લાલ કિલ્લા પરથી મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દેશમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ બને છે ત્યારે દુઃખ થાય છે.
રાક્ષસીઓ કહ્યા..
પીએમ મોદીએ કહ્યું કે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી છે. દરેક ક્ષેત્રમાં નેતૃત્વ કરી રહી છે પણ જ્યારે મહિલાઓ પર અત્યાચારના બનાવો બને છે ત્યારે દુઃખ થાય છે. આવા ગુનેગારો સામે તપાસ ઝડપી થવી જોઇએ જેથી વહેલી તકે સજા મળે. તેમણે કહ્યું કે મહિલા, દીકરીઓ પર થઇ રહેલા અત્યાચારથી દેશઆખો ગુસ્સે છે. ગુસ્સાને ગંભીરતાથી લેવો જોઈએ..જેઓ આવા કૃત્ય કરે છે તેમની સરખામણી રાક્ષસ સાથે કરીને કહ્યું કે આવા રાક્ષસી કૃત્યો કરનારાઓમાં ભય પેદા કરવો જરૂરી છે.
આરોપીને કડક સજા થવી જોઈએ
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે આપણે મહિલાઓ પર થતા અત્યાચારો અંગે ગંભીરતાથી વિચારવું પડશે. દેશમાં રોષ છે, ગુસ્સો છે. જે હું અનુભવી શકું છું. દેશ, સમાજ અને રાજ્ય સરકારોએ આ બાબતને ગંભીરતાથી લેવી પડશે. મહિલાઓ સામેના ગુનાઓની ત્વરિત તપાસ થવી જોઈએ, આ ભયંકર કૃત્યો કરનારાઓને વહેલી તકે કડક સજા થવી જોઈએ.
સજા થયેલા લોકો અંગે વ્યાપક ચર્ચા થવી જોઇએ
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે બળાત્કાર કે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ બને ત્યારે તેની ચોમેર ચર્ચા થાય છે પણ જ્યારે રાક્ષસી વૃત્તિ ધરાવતા આરોપીને થાય ત્યારે તે સમાચારમાં પણ આવતુ નથી. બસ એક ખૂણા સુધી જ તે વાત સિમિત રહે છે. તેમણે કહ્યું કે સમયની જરૂરિયાત એ છે કે સજા પામેલા લોકો પર વ્યાપક ચર્ચા થવી જોઈએ જેથી કરીને પાપ કરનારાઓ સમજી શકે કે આનાથી મૃત્યુદંડ થાય છે. મને લાગે છે કે આ ડર પેદા કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
11મી વખત લહેરાવ્યો તિરંગો
ઉલ્લેખનીય છે કે 78માં સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પછી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે, તેમણે સ્વતંત્રતા સેનાનીઓની પ્રશંસા કરતા ઘણા મુદ્દાઓ પર વાત કરી. તેમાં રાષ્ટ્રીય ચિંતાઓથી લઈને સુધારા સુધીના મુદ્દાઓ સામેલ હતા.









