• 78મા સ્વતંત્રતા પર્વની કરવામાં આવી ઉજવણી
  • પીએમ મોદીએ 11મી વખત લાલ કિલ્લા ખાતેથી લહેરાવ્યો તિરંગો
  • બાળકો સાથે હળવા મૂડમાં જોવા મળ્યા પીએમ મોદી

દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. પીએમ મોદી આજે 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો. પીએમ મોદી લાલ કિલ્લા પર પહોંચ્યા ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. થોડા સમય બાદ પીએમ મોદી તિરંગો ફરકાવ્યો હતો. લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધન કર્યું હતું. કાર્યક્રમ સ્થળ પર પીએમ મોદી બાળકો વચ્ચે થઇને નીકળ્યા અને બાળકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા.

યુવા શક્તિ વચ્ચે પહોંચ્યા પીએમ મોદી

[[$googlead]]

પીએમ મોદીએ લાલ કિલ્લાની એકદમ સામે યુવા ભારત , મિનિ યુવા ભારત કે જેઓ વિકસિત ભારત 2047ની ઝલક યુવાઓએ રજૂ કરી હતી. પીએમ મોદીનો કાફલો ત્યાં થઇને પસાર થયો. જ્ઞાનપથની સામે હાજર રહેલા યુવાઓએ માય ભારતની આકૃતિ બનાવી હતી. દેશ ભરમાં સંદેશ આપ્યો યુવાઓને કે જો તમે એવુ કંઇક કરવા માગે છે કે જેના વિશે ચર્ચા થાય અને તેની પ્રશંસા થાય તો તે છે દેશ નિર્માણ. એનસીસીના કેડેડ્સ અને એનએસસના વોલિન્ટિયર્સ છે.

[[$alsoread]]

બાળકો સાથે કરી વાતચીત ?

પીએમ મોદી યુવા શક્તિ વચ્ચે પહોંચ્યા હતા. અહીં બાળકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ કંઇક સવાલ કરતા પણ જોવા મળ્યા હતા, બાળકોએ હાથ ઉંચો કરીને જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ બાળકોની પાસે જઇને વાતો કરી હતી. હજારોની સંખ્યામાં અહીં બાળકો ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદી દરેકને અભિવાદન કરતા જોવા મળ્યા હતા.

 

  • Follow us on: