• દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ માત્ર 20-25 મિનિટ લાગશે
  • વિશ્વનું સૌથી મોટું જહાજ પસાર થઈ શકશે
  • દરિયાઈ બ્રિજ AI સીસીટીવી કેમેરાથી સજ્જ

ભારત હવે વૈશ્વિક પ્રગતિ કરી રહ્યું છે. ભારતમાં આધુનિક સુવિધાઓ અને સવલતોમાં વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન અને તેમના દુરંદેશી વિચારોને પરિણામે આજે ભારતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે. ભારતે જમીનથી લઈને આકાશ સુધી અને દરિયાથી લઈને પહોડો સુધી જઈ શકવાની પોતાની તાકાત વિશ્વને બતાવી દીધી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતને વિશ્વફલક પર લઈ જવાના વિચારથી અને તેના પર કરવામાં આવતાં અમલથી ભારત આજે અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરી રહી છે. ચંદ્રયાન મિશન હોય કે સૂર્ય પર આદિત્ય એલ1 કે પછી આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત UAV નિર્માણ કે પછી સૈન્યના હથિયારોથી લઈને દરેક વસ્તુ પર ભારતે તેનું કૌવત દેખાડ્યું છે. જેને લઈને ભારત પર આખા વિશ્વની નજર રહી છે.

મળતી માહિતી અનુસાર,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે અશક્યને પણ શક્ય બનાવી દીધું છે અને વધુ એક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ભારતમાં હવે દેશનો સૌથી લાંબો અને આધુનિક દરિયાઈ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ હા, ભારતે દરિયા પર દેશનો સૌથી લાંબા બ્રિજનું નિર્માણ કાર્ય પૂરુ કરી લીધું છે અને આ જાન્યુઆરીમાં જ દેશના સૌથી લાંબા દરિયાઈ બ્રિજનું લોકાર્પણ થવાનું છે. 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ(નરેન્દ્ર)ની જન્મ જયંતીના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ દરિયાઈ બ્રિજનું લોકાર્પણ થવાનું છે. આ સૌથી લાંબા દરિયાઈ બ્રિજનું નામ અટલ સેતુ બ્રિજ રાખવામાં આવ્યું છે.

દરિયાઈ બ્રિજ 22 કિલોમીટર લાંબો

ભારતના ઈજનેરો એ દરિયા પર બ્રિજ બનાવીને દેશ-દુનિયાને પોતાના કૌશલ્ય અને તાકાતને બતાવી દીધી છે. આ દરિયાઈ બ્રિજ ભારતનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ છે. આ આધુનિક દરિયાઈ બ્રિજની કામગીરી લગભગ પૂર્ણ થઇ ચૂકી છે અને દેશના સૌથી લાંબો દરિયાઈ બ્રિજ મહારાષ્ટ્રના મુંબઈથી નવી મુંબઈને જોડશે. આ બ્રિજનો 16.5 કિલોમીટર લાંબો ભાગ સમુદ્ર પર બનેલો છે. જ્યારે લગભગ 5.5 કિલોમીટરનો ભાગ જમીન પર હાજર છે. આ દરિયાઈ બ્રિજ 22 કિલોમીટર લાંબો છે અને તેની મદદથી દક્ષિણ મુંબઈથી નવી મુંબઈના અંતરની મુસાફરીમાં 1 કલાકથી વધુનો સમય બચશે. દરેક વાહન માટે ઈંધણ બચાવશે!


400 સીસીટીવી કેમેરાથી સજ્જ

આ દરિયાઈ બ્રિજ અટલ સેતુ પરથી પસાર થનારા દરેક વાહનને લગભગ 700 રૂપિયાના ઈંધણની બચત થશે. આ બ્રિજ બનાવતી વખતે પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેમજ બ્રિજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સવાળા 400 સીસીટીવી કેમેરાથી સજ્જ છે. જે સુરક્ષાની દૃષ્ટિએ અતિ મહત્ત્વપૂર્ણ છે. જો કોઈ વાહન બગડી જાય અથવા કોઈ બ્રિજ પર અટકી જાય કે પછી કોઈ શંકાસ્પદ દેખાય તો આ કેમેરા તરત જ કંટ્રોલ રૂમને જાણ કરશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શીંદે એ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું કર્યું ઈન્સપેક્શન

વિશ્વનું સૌથી મોટું માલવાહક જહાજ પસાર થશે

આ બ્રિજની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની નીચેથી દુનિયાનું સૌથી મોટું કાર્ગો જહાજ પણ પસાર થઈ શકે છે. આ બ્રિજનું પૂરું નામ અટલ બિહારી વાજપેયીજીના નામ પરથી અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે. 20 હજાર કરોડના ખર્ચે બનેલા આ પુલની ઘણી ખાસિયતો છે. તેના ઉદ્ઘાટન બાદ મુંબઈથી નવી મુંબઈની મુસાફરી ઘણી સરળ બની જશે. દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ પહોંચવામાં માત્ર 20 થી 25 મિનિટનો સમય લાગશે, જેમાં હાલમાં લગભગ બે કલાકનો સમય લાગે છે. આ પુલ ખુલ્લો મુકવાથી તેને લગતા વિસ્તારોમાં આર્થિક વિકાસ પણ શક્ય બનશે. આ દરિયાઈ પુલ મુંબઈ-પુણે એક્સપ્રેસવે, મુંબઈ-ગોવા હાઈવે અને નવી મુંબઈના સૂચિત ઈન્ટરનેશનલ એરપોર્ટને જોડશે.

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક બ્રિજ કયા શહેરોને જોડશે?

આ બ્રિજ રાજ્યના બે મોટા શહેરોને જોડે છે. મહારાષ્ટ્રના મુંબઈથી નવી મુંબઈને જોડશે અને તે છ લેનનો બ્રિજ છે. દેશના સૌથી લાંબા અટલ બ્રિજ પર એક તરફ 250 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવશે. સરકારનું માનવું છે કે તેનાથી લોકોના પૈસા અને સમય બંનેની બચત થશે.

  • Follow us on: