- દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,36,076 થઈ
- 24 કલાકમાં 20139 નવા કેસ સાથે 38 લોકોના મોત
- મણિપુરમાં 15 ટકા સંક્રમણ થતા શાળાઓ ફરી બંધ થઈ
દેશમાં કોરોના વાયરસની ગતિ વધી છે ત્યારે નવા કેસમાં 19 ટકાનો ઉછાળો આવ્યો છે. દેશમાં 24 કલાકમાં 20139 નવા કેસ આવ્યા છે અને સાથે 38 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,36,076 થઈ છે.
એક દિવસમાં 20000ને પાર થયા નવા કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોનાના 20139 કેસ આવતા કુલ કેસની સંખ્યા 4,36,89,989 એ પહોંચી છે. અહીં મૃત્યુઆંક 5,25,557 થયો છે, 24 કલાકમાં કોરોનાથી 16482 લોકો રિકવર થયા હોવાનું પણ સામે આવ્યું છે. દેશમાં કોરોનાથી સાજા થનારાની કુલ સંખ્યા 43,028,356 થઈ છે.
https://twitter.com/ANI/status/1547423426427887616
મહારાષ્ટ્રમાં આવ્યા 2575 નવા કેસ
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઝડપથી વધી છે. રાજ્યમાં બુધવારે કોરોના વાયરસથી સંક્રમિત 2575 નવા દર્દી આવ્યા તથા 10 સંક્રમિતોના મોત થયાનું સામે આવ્યું છે. રાજ્યમાં કુલ સંક્રમિતની સંખ્યા 80,10,223 થઈ છે તો મૃતકોની સંખ્યા 1,48,001 થઈ છે.
દિલ્હીમાં આવી છે કોરોનાની સ્થિતિ
રાજધાનીમાં એક દિવસમાં કોરોનાના સંક્રમણના 490 કેસ આવ્યા છે તો 3 દર્દીના મોત થયા છે. સંક્રમણ દર 3.16 ટકા થયો છે. નવા કેસ બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણના કેસ વધીને 19,.41,905 થયા છે. તો મૃતકોની સંખ્યા 26,288 થઈ છે.
મણિપુરમાં બંધ કરાઈ શાળાઓ
કોરોનાના વધતા કેસના કારણે લોકોની ચિંતા વધી છે. મણિપુર સરકારે રાજ્યમાં હાલમાં કોરોના સંક્રમણ વધવાના કારણે એક અઠવાડિયા સુધી શાળાઓ બંધ રાખવાના આદેશ આપ્યા છે. મંગળવારે આ સૂચના જાહેર કરાઈ હતી. રાજ્યમાં 15 ટકા સંક્રમણે ચિંતા વધારી છે. 16 જુલાઈથી ખૂલનારી શાળાઓ 24 જુલાઈ સુધી બંધ રહેશે.