• ત્રણ દિવસમાં ભારતે કેનેડા પર ભર્યા મહત્વના પગલાં
  • કેનેડાના લોકો માટે વિઝા અરજી પર પ્રતિબંધ
  • આગામી આદેશ સુધી વિઝા સેવા પર રોક

ભારત કેનેડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે ત્યારે ભારત સરકારે વધુ એક પગલું ભર્યું છે. જેમાં કેનેડાના લોકોની વિઝા અરજી પર રોક લગાવી દીધો છે. જેના પરિણામે કેનેડાનો લોકો માટે વિઝા અરજી પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેનેડા વસતા નાગરિકો માટે ભારત સરકારનું બીજુ પગલુ ભર્યું છે. વિદેશ મંત્રાલયે વિઝા સેવા સ્થગિત કરી દીધી છે.

ભારતે કેનેડાના વિઝા અરજી પર રોક લગાવી દીધો છે. આગામી આદેશ ન થાય ત્યાં સુધી વિઝા અરજી પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે કેનેડામાં રહેતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. વિઝા સેવા પર પ્રતિબંધ લગાવવાના મુદ્દે કેનેડાની વિઝા વેબસાઈટ પર એક મેસેજ આપાવમાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છેકે, હાલની સ્થિતિને જોતાં 21 સપ્ટેમ્બર ગુરૂવારથી ભારતીય વિઝા સેવાઓ આગામી સૂચના સુધી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

[[$googlead]]

[[$alsoread]]

આ ભારત તરફથી ભરવામાં આવેલા સૌથી મહત્વના પગલાં ભર્યા છે. બંને દેશ વચ્ચે વિવાદ ત્યારે વધ્યો જ્યારે કેનેડાના પીએમ દ્વારા ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો હતો.

વિઝા વેબસાઈટે આપી માહિતી 

BLS ઈન્ટરનેશનલ – એક ઓનલાઈન વિઝા એપ્લિકેશન સેન્ટર જે ભારત અને અન્ય દેશોની અરજીઓનું સંચાલન કરે છે, તેણે તેની વેબસાઈટ પર એક સૂચનામાં આ સંદેશ પોસ્ટ કર્યો: ઓપરેશનલ કારણોસર, 21 સપ્ટેમ્બર, 2023 થી, ભારતીય વિઝા સેવાઓ આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.

શા માટે વધી રહ્યો છે વિરોધ 

કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી નેતાની હત્યાને લઈને બંને દેશો વચ્ચે વધી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે આ નિર્ણય આવ્યો છે. PM મોદી જસ્ટિન ટ્રુડોએ જૂનમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની 'સંભવિત' સંડોવણીનો આરોપ મૂક્યો હતો, જેનાથી કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી વિવાદ સર્જાયો હતો.

ત્રણ દિવસમાં ભારતે કેનેડા પર ભર્યા મહત્વના પગલાં

છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે ભારતે કેનેડા સામે કડક કાર્યવાહી કરી છે. અગાઉ, જ્યારે કેનેડાએ સોમવારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવતા વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢવાનો આદેશ આપ્યો હતો, ત્યારે ભારતે 'જેવા સાથે તેવા' નીતિ હેઠળ એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. રાજદ્વારીને પાંચ દિવસમાં પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

જ્યારે મંગળવારે કેનેડા સરકારે ભારતમાં રહેતા કેનેડિયન નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરીને તેમને ઉચ્ચ સ્તરની સાવચેતી રાખવા વિનંતી કરી હતી. મોદી સરકારે પણ કેનેડાને જડબાતોડ જવાબ આપ્યો હતો અને કેનેડામાં રહેતા અથવા જવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી હતી.

  • Follow us on: