હરિયાણાની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બૂરા અને તેના પતિ ભારતીય કબડ્ડી ટીમના પૂર્વ સુકાની દીપક હુડ્ડાના લગ્ન ભંગાણને આરે છે.


બૂરાનો આરોપ છે કે હુડ્ડાએ તેની પાસે દહેજમાં એક ફોર્ચ્યૂનર કાર અને એક કરોડની માગ કરી છે જ્યારે હુડ્ડાએ સ્વીટી અને તેના પરિવાર પર પોતાની સંપત્તિ પચાવી પાડવાની અને જાનથી મારી નાખવાના આરોપ લગાવ્યા છે. બંનેએ એક બીજા વિરુદ્ધ રોહતક અને હિસારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. અહેવાલો અનુસાર બૂરાએ કોર્ટમાં ભરણપોષણ અને છૂટાછેડાનો કેસ પણ દાખલ કર્યો છે. હિસારના એસ.પી.ના અનુસાર હુડ્ડાને નોટિસ મોકલીને તેને તપાસમાં સામેલ થવા બોલાવાયો હતો પરંતુ તે આવ્યો નહોતો. બૂરાએ જણાવ્યું હતું કે તેમના માતાપિતાએ લગ્નમાં એક કરોડ કરતા વધારે રકમ ખર્ચી હતી. ચાર દિવસ પહેલા દીપક અને તેની બહેને ફોર્ચ્યૂનર કારની માગી હતી અને રમત છોડવાનું દબાણ કર્યું હતું. હુડ્ડા 2024માં હરિયાણાની મહમ બેઠકથી ચૂંટણી લડયો હતો જેના માટે તેના પરિવારે બૂરાને એક કરોડ લાવવા કહ્યું હતું.


  • Follow us on: